બાબરા તાલુકાના વાંડળીયામા રહેતા એક આધેડે લાલકા ગામના એક શખ્સ પાસેથી 20 લાખ રૂપિયા ચાર ટકાના વ્યાજે લીધા બાદ આ શખ્સે 1.50 કરોડ અને 17 વિઘા જમીન લઇ લીધી હતી તેમજ બે વખત રફ હિરા પડાવી લઇ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે ઝુંબેશ શરૂ
અમરેલી જિલ્લામા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે બાબરા તાલુકાના વાંડળીયામા રહેતા કાનજીભાઇ પ્રાગજીભાઇ પટેલ (ઉ.વ.52) નામના આધેડે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ 1991થી મુંબઇમા હિરાનો ધંધો કરે છે.
શખ્સે બે વખત રફ હિરા પણ લઇ લીધા
વર્ષ 2013મા તેમને હિરાના ધંધા માટે રૂા.10 લાખની જરૂર પડી હોય તેણે લાલકામા રહેતા નિર્મળભાઇ બહાદુરભાઇ ચાવડા પાસેથી ચાર ટકાના વ્યાજે 10 લાખ લીધા હતા અને સિકયુરીટી પેટે જમીનનો દસ્તાવેજ તેના નામે કરી દીધો હતો. પૈસા પરત આપ્યા બાદ ફરી દસ્તાવેજ કરી આપવાની શરત કરાઇ હતી.
કુલ 1.50 કરોડ તેમજ 17 .50 વિઘા જમીન પણ પડાવી લીધી
આવી જ રીતે તેમણે કુલ 20 લાખ વ્યાજે લીધા હતા. જો કે તેમને 20 લાખ ચુકવી દીધા હોવા છતા વધુ 32 લાખ વ્યાજ સહિત ચુકવવા અવારનવાર મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સે બે વખત રફ હિરા પણ લઇ લીધા હતા. ઉપરાંત કુલ 1.50 કરોડ તેમજ 17 .50 વિઘા જમીન પણ પડાવી લીધી હતી. બનાવ અંગે પીઆઇ આર.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.