તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બસ સ્ટેન્ડ પાસે સીનસપાટા કરતા 15 લોકોને ઝડપી લીધા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ધારીમાં રોમિયોગિરી સામે પોલીસની લાલ આંખ
 • દિકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે લુખ્ખા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી

ધારી શહેરમાં રોમીયોગીરી કરનાર શખ્સો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. દીકરીના પિતાએ પોલીસને ફરિયાદ કરતા શહેરભરમાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી. પોલીસ બસ સ્ટેન્ડ, શાકમાર્કેટ અને શાળા કોલેજ પાસેથી 15 જેટલા રોમીયોને દબોચી લીધા હતા. ધારીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા એક દીકરીના પિતાએ પોક મૂકીને પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી કે હું દીકરીનો બાપ છું અને મારી દીકરી સ્કૂલે જાય છે. તેવા સમયે લુખ્ખા તત્વો નંબર પ્લેટ વગરની બાઈક પર આવે છે. અને દીકરીને હેરાન પરેશાન કરે છે. જેના કારણે દીકરીએ સ્કૂલે જવાનું છોડી દીધું છે.

તેમજ શહેરમાં રોમીયોનો ત્રાસ વધી ગયો છે. શાળા કોલેજે જતી છાત્રાઓના માર્ગ પર આવારા તત્વો અડીંગો જમાવી પડીયા પાથરીયા રહે છે. ધારી પોલીસમાં એક માસમાં દીકરીઓને એનકેન પ્રકારે ફસાવી ભગાડી જવાની ત્રણ ફરિયાદો નોંધાઇ છે. એક દીકરીના બાપે પોલીસ સમક્ષ મદદની ગુહાર માગતા ધારી પી. એસ.આઈ વાઘેલા અને સ્ટાફે શાળા કોલેજ, બસ સ્ટેન્ડ વિસ્તાર અને શાકમાર્કેટમાં રોમીયોગીરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો