લમ્પી વાયરસ:અમરેલી જિલ્લામાં દોઢ માસમાં લમ્પી વાયરસથી 141 પશુના મોત

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા- જાફરાબાદ અને ખાંભા પંથકમાં પશુઓ વાયરસની ઝપટે ચડ્યા
  • અત્યાર સુધીમાં​​​​​​​ આરોગ્ય તંત્ર દ્વારા 2,00,968 પશુનું રસીકરણ

જિલ્લામા પાછલા દોઢેક માસથી લમ્પી વાયરસથી પશુઓ મોતને ઘાટ ઉતરી રહ્યાં છે. અગાઉ બાબરા, લાઠી, લીલીયામા પણ અનેક ગૌવંશનો ભોગ લેવાયો હતો. જો કે હાલમા રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકના અનેક ગામોમા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચડી રહ્યાં છે. દોઢેક માસમા જિલ્લામા 141 પશુઓ મોતને ભેટયા છે. જિલ્લામા પ્રથમ બાબરા પંથકમા લમ્પી વાયરસના કેસો સામે આવ્યા હતા અને અહી એકસાથે અનેક પશુઓના મોત થયા હતા. આ ઉપરાંત લાઠી અને લીલીયા તાલુકામા પણ લમ્પી વાયરસે પશુઓને પોતાના અજગર ભરડામા લીધા હતા.

પશુપાલન વિભાગ દ્વારા પણ આ રોગચાળાને નાથવા ટીમો બનાવી પશુઓને રસીકરણ અને સારવાર સહિતની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી હતી. ધારી, બગસરા, સાવરકુંડલા તાલુકામા પણ પશુઓમા લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. જયારે રાજુલા તાલુકામા થોડા દિવસ પહેલા અનેક પશુઓના લમ્પીના કારણે મોત થયાનુ સામે આવ્યું હતુ.

હાલમા પણ રાજુલા તેમજ જાફરાબાદ અને ખાંભાના ગીરકાંઠાના ગામોમા પશુઓમા લમ્પી વાયરસે દેખા દીધા છે. જેના કારણે તંત્ર દ્વારા પણ આ વિસ્તારમા પશુઓની તપાસ કરી રસીકરણની કામગીરી હાથ ધરવામા આવી હતી. હાલમા પશુપાલન વિભાગ દ્વારા રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા પંથકમા પશુઓને રસીકરણ કરવામા આવી રહ્યું છે. તંત્રના ચોપડે જિલ્લામા અત્યાર સુધીમા 141 પશુઓ લમ્પીના કારણે મોતને ભેટી ચુકયા છે.

બાબરા-લાઠી- લીલિયામાં પશુઓમાં લમ્પીનું પ્રમાણ ઘટ્યંુ
તો બીજી તરફ બાબરા, લાઠી અને લીલીયા તાલુકામા હાલ પશુઓમા લમ્પી વાયરસનુ પ્રમાણ ઘટી રહ્યું હોય પશુપાલકો રાહત અનુભવી રહ્યાં છે. પશુઓના રસીકરણ બાદ 21 થી 30 દિવસમા પશુમા લમ્પી વાયરસ સામે લડવાની ક્ષમતા વધતી હોય જેથી પશુઓમા રોગચાળાનુ પ્રમાણ ઘટયુ છે.

2 લાખ પશુઓને રસીકરણ કરાયું: પાલડીયા
જિલ્લા મદદનીશ પશુપાલન નિયામક ડી.એલ.પાલડીયાએ જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લામા તારીખ 16/7થી લઇ અત્યાર સુધીમા 251 જેટલા ગામોમા 2193 પશુઓમા લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. જે પૈકી 141 પશુઓના મોત થયા હતા. જિલ્લામા 2,00,968 પશુઓને રસીકરણ કરાયુ છે. હાલમા પણ રસીકરણની કામગીરી ચાલી રહી છે.

14 સપ્ટેમ્બર સુધી પશુઓની હેરફેર પર પાબંધી
​​​​​​​દરમિયાન પશુઓમા લમ્પી વાયરસને પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામુ બહાર પાડી આગામી 14 સપ્ટેમ્બર સુધી જિલ્લામા જયાં પશુ રખાયા હોય તે સ્થળેથી જિલ્લા બહાર કે અંદર પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...