ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પણ 11 તાલુકા દીઠ એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ, શહેર કક્ષાએ 3 જ્ઞાનસેતુ સ્કૂલનું નિર્માણ થશે.
આ શાળાઓમાં ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓ તેમજ મોડેલ સ્કૂલમાં વર્ષ ૨૦૨૩-૨૪ શૈક્ષણિક વર્ષમાં ધો.6માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રસ ટેસ્ટનું આયોજન થશે. આ તમામ શાળાઓ ધો. 6 થી ધો.12 સુધીની રહેશે.અમરેલી જિલ્લાને 14 જેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ મળશે.
ધો-6 થી 12 સુધી નિ:શુલ્ક શિક્ષા
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધો. 1 થી ધો.5નો અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રો કોમન પ્રવેશ પરીક્ષા માટે એન્ટ્રસ ટેસ્ટ તા.23માર્ચથી તા.5 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ શાળા કક્ષાએથી જ ભરી શકશે. સમગ્ર પ્રક્રિયા શાળા કક્ષાએથી જ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા પાસ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધો.6 થી ધો.12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામુલ્યે અપાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.