ભરતી:અમરેલીમાં નગરપાલિકાની ફાયર શાખામાં 14 કર્મચારીની ભરતી કરાશે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ, કેશોદ અને અમરેલીના 170 જેટલા ઉમેદવારને સ્થળ પસંદગી માટે બોલાવાયા
  • ​​​​​​​શુક્રવારે પાલિકા કચેરી ખાતે લેખિત અને શારિરીક કસોટી પાસ કરનારનો પસંદગી મેળો યોજાશે

ભાવનગર ઝોન હેઠળ આવતા અમરેલી, વેરાવળ- પાટણ અને કેશોદ નગરપાલિકાની ફાયર શાખામાં કર્મચારીઓની ઘટ ભરવામાં આવશે. અમરેલી નગરપાલિકા ખાતે શુક્રવારે ભાવનગર ઝોન હેઠળ આવતી ત્રણેય નગરપાલિકામાં સ્ટેશન ફાયર ઓફિસર, લીડીંગ ફાયરમેન, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર અને ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટે શારીરીક અને લેખિત પરીક્ષા પાસ કરનાર 170 જેટલા ઉમેદવારને સ્થળ પસંદગી માટે બોલાવાયા છે.

અમરેલી નગરપાલિકાના મહેકમ શાખાના કલાર્ક ચંદ્રેશભાઈ મુંગલપરાએ જણાવ્યું હતું કે ફાયર શાખામાં 21 જગ્યાની ભરતી કરવાની હતી. જેમાં પ્રથમ પ્રયત્નથી 1 ફાયર વાયરલેસ ઓફિસર, 1 લીડીંગ ફાયરમેન અને 1 ફાયરમેન ડ્રાઈવરની ભરતી કરાઈ છે. હવે બીજા પ્રયત્નમાં અમરેલીમાં 1 સ્ટેશન ફાયર ઓફિસર, 3 ડ્રાઈવર કમ પંપ ઓપરેટર અને 11 ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી કરાશે. સાથે સાથે શુક્રવારે ભાવનગર ઝોન હેઠળ આવતા અમરેલી, કેશોદ અ્ને વેરાવળ પાટણ નગરપાલિકામાં ફાયર કર્મચારીઓની ભરતી માટે પસંદગી મેળાનું આયોજન કરાયું છે.

જેના માટે શારીરીક અને લેખિત પરીક્ષા પાસ કરનાર 170 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. અહી મેરીટ આધારે ભરતી કરાશે. સ્થળ પસંદગીની સાથે સાથે ડોંક્યુમેન્ટ વેરીફીકેશન પણ કરાશે. ભરતીના કારણે અમરેલીમાં ફાયર શાખામાં કર્મચારીઓની ઘટ દુર થશે. ક્લાર્ક અને નાયબ એકાઉન્ટનની પણ ભરતી કરાશે તેવું ચંદ્રેશ મુંગલપરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...