તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચુંટણી માટે અાજે ફાેર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારાેનાે જાણે રાફડાે ફાટયાે હતાે. અમરેલી જિલ્લા પંચાયત માટે કુલ 139 ફાેર્મ ભરાયા છે. જયારે અમરેલી પાલિકા માટે 180 ફાેર્મ ભરાયા છે. અેકંદરે 5 પાલિકા માટે 539 અને 11 તાલુકા પંચાયત માટે 732 ઉમેદવારાે મેદાનમા અાવ્યા છે. હવે ફાેર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ અાખરી ચિત્ર સ્પષ્ટ થશે. પાલિકા અને પંચાયતની ચુંટણીનાે ગરમાવાે ચરમસીમા પર છે. અાજે ફાેર્મ ભરવાનાે અંતિમ દિવસ હતાે. જેને પગલે દરેક તાલુકા મથક પર ચુંટણી અધિકારીની કચેરીઅાેમા ઉમેદવારાેનાે જાણે રાફડાે ફાટયાે હતાે.
અા ચુંટણીમા સાૈથી વધુ ફાેર્મ અંતિમ દિવસે ભરાયા હતા. જિલ્લા પંચાયતના 139, તાલુકા પંચાયતના 732 અને 5 નગરપાલિકાના 539 મળી અંતિમ દિવસ સુધીમા કુલ 1400 ઉમેદવારાેઅે પાેતાના ફાેર્મ ભર્યા હતા. જે પૈકી 698 ફાેર્મ અંતિમ દિવસે ભરાયા હતા. અમરેલી જિલ્લા પંચાયતમા અાજે અેક જ દિવસમા 81 ફાેર્મ રજુ થયા હતા. 34 સીટ માટે ભાજપ કાેંગીના ઉમેદવારાે ઉપરાંત અન્ય ઉમેદવારાેઅે પણ ફાેર્મ ભર્યા હતા. તાે બીજી તરફ અમરેલી નગરપાલિકા માટે સાૈથી વધુ અંતિમ દિવસે 132 ફાેર્મ ભરાયા હતા. જેને પગલે હાલમા કુલ ઉમેદવારાેની સંખ્યા 180 થઇ છે.
અહી 44 બેઠક છે. ભાજપ કાેંગી અને અામ અાદમી પાર્ટીઅે પણ ઝુકાવ્યું છે. સાવરકુંડલા નગરપાલિકામા પણ વધુ 63 ફાેર્મ ભરાતા કુલ 117 ફાેર્મ રજુ થયા છે. 5 નગરપાલિકા માટે અાજે અંતિમ દિવસે 282 ફાેર્મ રજુ થયા હતા. જેને પગલે કુલ ઉમેદવારાેની સંખ્યા 539 પર પહાેંચી છે. અાવી જ રીતે 11 તાલુકા પંચાયત માટે વધુ 335 ફાેર્મ રજુ થતા કુલ ઉમેદવારાેની સંખ્યા 732 પર પહાેંચી છે. ઠેકઠેકાણે અાજે કાર્યકરાેની માેટી ભીડ સાથે ફાેર્મ રજુ થયા હતા. અને કયાંય સાેશ્યલ ડિસ્ટન્સનુ પાલન થયુ ન હતુ. હવે ફાેર્મ ચકાસણી અને ત્યારબાદ ઉમેદવારીપત્રાે પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થયા પછી ઉમેદવારાેનુ અંતિમ ચિત્ર સામે અાવશે.
અંતિમ ઘડીમાં કાેંગી ઉમેદવારાેના મેન્ડેટ પહાેંચાડાયા
કાેંગ્રેસ દ્વારા ફાેર્મ ભરવાના અંતિમ દિવસ સુધી અેકપણ ઉમેદવારને મેન્ડેટ અપાયા ન હતા. માૈખિક સુચનાના અાધારે ઉમેદવારાેઅે ફાેર્મ ભરી દીધા બાદ તમામ તાલુકા મથકાેઅે છેલ્લી ઘડીઅે અેકસાથે તમામ ઉમેદવારાેના મેન્ડેટ ચુંટણી અધિકારી સુધી પહાેંચાડાયા હતા.
કાેંગ્રેસે છેલ્લી ઘડી સુધી યાદી જાહેર ન કરી
જિલ્લામા ભારતીય જનતા પાર્ટી કરતા પણ કાેંગ્રેસમા દાવેદારાેની સંખ્યા બમણાથી વધુ હતી. જેથી અસંતાેષના રાેષને ખાળવા કાેંગ્રેસે અંતિમ ઘડી સુધી ઉમેદવારાેની યાદી જ જાહેર કરી ન હતી. જે તે ઉમેદવારાેને ટેલીફાેનિક સુચનાઅાે અાપી તેમની પસંદગી થયાની જાણ કરી હતી અને ફાેર્મ ભરાવી દીધા હતા.
કઇ તાલુકા પંચાયતમાં કેટલા ઉમેદવાર | |
અમરેલી | 73 |
લાઠી | 57 |
બાબરા | 70 |
લીલીયા | 57 |
ધારી | 67 |
રાજુલા | 86 |
કુંકાવાવ | 61 |
કુંડલા | 64 |
બગસરા | 55 |
ખાંભા | 51 |
કુલ | 732 |
માત્ર 21 વર્ષની યુવતીઅે ઝંપલાવ્યું ચૂંટણી જંગમાં
લીલીયા| લીલીયા તાલુકા પંચાયતની ઇંગાેરાળા બેઠક પર ભારતીય જનતા પાર્ટીઅે માત્ર 21 વર્ષીય યુવતી શ્વેતાબેન ભરતભાઇ હેલૈયાને ટીકીટ અાપી છે. અા બેઠક અનુજાતિ માટે અનામત છે. શ્વેતાબેન બીબીઅેનાે અભ્યાસ પુર્ણ કરી ચુકયા છે અને હાલમા અેમબીઅેનાે અભ્યાસ કરે છે. તેમની ઇચ્છા તાલુકા પંચાયતમાથી ચુંટાઇ લાેકાેના કામ કરવાની છે.
કઇ નગરપાલિકામાં કેટલા ઉમેદવાર | |
અમરેલી | 180 |
બગસરા | 87 |
કુંડલા | 117 |
બાબરા | 70 |
દામનગર | 85 |
કુલ | 539 |
માત્ર 21 વર્ષની યુવતીઅે ઝંપલાવ્યું ચૂંટણી જંગમાં
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.