કડક કાર્યવાહી:અમરેલી-રાજુલામાંથી દારૂની 13 બોટલ ઝડપાઇ, પોલીસે 23,360નો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂના દુષણને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે અમરેલી અને રાજુલામાથી ત્રણ શખ્સોને વિદેશી દારૂની 13 બેાટલ સાથે ઝડપી લઇ કુલ રૂપિયા 23360નો મુદામાલ કબજે લીધો હતો.

એલસીબી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા તથા ટીમે બાતમીના આધારે અમરેલીમા ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ નારાયણ કોમ્પલેક્ષમા બીજા માળે જાહેર શૌચાલય પાસે ઉભા રહી વિદેશી દારૂ પ્લાસ્ટિકના જગમા ભરીને વેચાણ કરતા ધવલ કાંતીભાઇ ચૌહાણ નામના શખ્સને દબોચી લીધો હતો.

પોલીસે અહીથી 7940નો મુદામાલ કબજે લીધો હતો. જયારે રાજુલામા આગરીયા જકાતનાકા પાસેથી બાઇક નંબર જીજે 25 ઇ 5666મા પસાર થતા અસલમ રજાક કાલવા અને કિશન જીકા સોલંકી નામના શખ્સોને વિદેશી દારૂની 6 બોટલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 15420નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...