આવતીકાલે આટકોટ ખાતે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાભરમાંથી લોકો આટકોટ ખાતે ઉપસ્થિત રહેશે. અમરેલી એસટી ડિવીઝનના સાતેય ડેપોમાંથી કુલ 125 બસ આટકોટના કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે.અમરેલી એસટી ડિવીઝનના ટીઆઈ રજનીકાંતભાઈ કે. પરમારે જણાવ્યું હતું કે આવતીકાલે અમરેલીની 33, સાવરકુંડલાની 27, ધારીની 16, ઉનાની 15, કોડિનારની 9, રાજુલાની 8 અને બગસરા ડેપોમાંથી 17 મળી કુલ 125 બસ આટકોટ ખાતે ફાળવણી કરવામાં આવી છે.
અહી ડ્રાઈવર, સુપરવાઈઝર અને મેકેનીક સ્ટાફ આ કામગીરીમાં જોડાયા છે. સવારે 5 કલાકે બસ તેના રૂટ પર પહોંચી જશે.જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો આટકોટ ખાતે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગમાં પહોંચશે. એસટીના સાતેય ડેપોમાં આવતીકાલે ગ્રામ્ય વિસ્તારના અમુક લોકલ રૂટ રદ કરાશે. ટીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે એકપ્રેસ રૂટ રદ કરવામાં આવશે નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.