• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 12,282 New Voters In The Age Group Of 18 19, Total 14,558 New Voters Registered In The District: Total Number Of Voters 12.59 Lakh

મતદારો યાદી:અમરેલીમાં 18-19 વય જુથના 12,282 નવા મતદારો, જિલ્લામાં કુલ 14,558 નવા મતદારોની નોંધણી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વિધાનસભાની ચુંટણી માથે ગાજી રહી છે તેવા સમયે અમરેલી જિલ્લામા વહિવટી તંત્ર દ્વારા નવા મતદારોની નોંધણી પુર્ણ કરી લેવામા આવી છે. જે અંતર્ગત કુલ 14558 નવા મતદારો ઉમેરાયા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પૈકી 12282 મતદારોએ ચાલુ વર્ષે જ મતાધિકાર મેળવ્યો છે.

અમરેલી જિલ્લામા વિધાનસભાની કુલ પાંચ સીટ છે. અમરેલી-વડીયા, લાઠી-બાબરા, સાવરકુંડલા-લીલીયા, રાજુલા-જાફરાબાદ અને ધારી-ખાંભા સીટ પર મળી કુલ 14558 મતદારો આ ઝુંબેશ દરમિયાન વધ્યા છે. તારીખ 1/10/22ની લાયકાતને ધ્યાનમા રાખી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો હતો. તારીખ 12/8/22થી લઇ 11/9/22 સુધીના સમયગાળામા જિલ્લાભરમા સુધારણા ઝુંબેશ ચલાવવામા આવી હતી. આ દરમિયાન તંત્રને મળેલા તમામ હક દાવા, વાંધા અને સુધારાની અરજીઓને ધ્યાને લેવામા આવી હતી અને તેનો નિકાલ કરવામા આવ્યો હતો.

તથા 10/10ના રોજ જિલ્લા ચુંટણી કચેરી તથા તમામ વિધાનસભા વિસ્તારની મામલતદાર કચેરી ખાતે મતદાન નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામા આવી હતી. જિલ્લાના 1412 મતદાન મથકો ખાતે આ યાદી પ્રસિધ્ધ કરાઇ હતી. તંત્ર દ્વારા જણાવાયુ હતુ કે મત વિભાગ વાઇઝ મતદારોની સ્થિતિ વિશે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા આ યાદી પ્રસિધ્ધ કરાઇ છે. અમરેલી જિલ્લામા જેણે ચાલુ વર્ષે જ મતાધિકાર મેળવ્યો હોય તેવા યુવા મતદારનો આ મતદાર યાદીમા સમાવેશ કરવામા આવ્યો છે. સમગ્ર જિલ્લામા કુલ 12282 યુવા મતદારો ઉમેરાયા છે. વિધાનસભા દીઠ સરેરાશ 2500 જેટલા મતદારો ઉમેરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા આ વયજુથના કુલ 32178 મતદારો છે. ભુતકાળમા જિલ્લામા ઉમેદવારોની હાર જીત 1600થી 2500 મત વચ્ચે થઇ ચુકી છે.

જિલ્લામાં અન્ય જાતિના મતદારોની સંખ્યા 20
વહિવટી તંત્ર દ્વારા જિલ્લામા પુરૂષ મતદારો, સ્ત્રી મતદારો તથા અન્ય જાતિના મતદારો એમ ત્રણ વિભાગમા મતદારોની નોંધણી કરવામા આવે છે. જિલ્લામા અન્ય જાતિના કુલ 20 મતદારો નોંધાયા છે. ધારી બગસરા સીટમા 8, અમરેલી-વડીયા સીટ પર 4 અને સાવરકુંડલા-લીલીયા સીટમા 8 મતદારો નોંધાયા છે.

હવે કઇ સીટ પર કેટલા મતદારો ?

સીટપુરૂષસ્ત્રીકુલ
ધારી બગસરા116072106907222978
અમરેલી-વડીયા145810137295283739
લાઠી-બાબરા116157107496223653
સાવરકુંડલા-લીલીયા131891122320254219
રાજુલા-જાફરાબાદ141477133219274696

મતદાન જાગૃતિ માટે તંત્રનો પ્રયાસ

વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. લોકો 100 ટકા મતદાન કરે તે માટે શપથ પણ લેવડાવવામા આવી રહ્યાં છે. આ ઉપરાંત ઇવીએમ અને વીવીપેટનુ નિદર્શન કરી લોકોને માહિતગાર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...