અમરેલી જિલ્લામા પોલીસે ચાઇનીઝ દોરી સામે તો ઝુંબેશ શરૂ કરી જ છે. સાથે સાથે યુવાવર્ગમા પણ જાગૃતિ આવે તે માટે જુદીજુદી 80 શાળાઓમા કાર્યક્રમ યોજી 12 હજારથી વધુ છાત્રોને ચાઇનીઝ દોરીથી પતંગ નહી ઉડાડવા શપથ લેવડાવ્યાં હતા. અમરેલી જિલ્લામા પોલીસ દ્વારા દરેક તાલુકામા આ પ્રકારની લોક જાગૃતિના કાર્યક્રમો જુદીજુદી શાળાઓમા યોજવામા આવી રહ્યાં છે. પોલીસવડા હિમકર સિંઘ અને સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરાના માર્ગદર્શન નીચે જુદાજુદા પોલીસ મથકોની ટીમો વિવિધ શાળામા પહોંચી રહી છે અને છાત્રોને ચાઇનીઝ દોરીથી પતંગ નહી ચગાવવા શપથ લેવડાવી રહી છે.
ધારી તાલુકામા 5 શાળામા, પીપાવાવ વિસ્તારની 15 શાળામા, દામનગરની 7 શાળામા, બાબરાની 6 શાળામા વિગેરે મળી 80 શાળામા આ કાર્યક્રમો યોજાયા હતા. પોલીસે ચાઇનીઝ દોરીના ઉપયોગથી થતી ગંભીર ઇજા, માનવ મૃત્યુ કે વિજશોક લાગવા જેવી ઘટનાઓ અંગે છાત્રોને માહિતગાર કર્યા હતા. એટલુ જ નહી ચાઇનીઝ તુક્કલના ઉપયોગથી આગ લાગવા જેવી ઘટના અંગે પણ છાત્રોને માહિતગાર કરાયા હતા અને બાદમા છાત્રોને આવી દોરી તથા તુક્કલ નહી વાપરવા અંગે જાગૃત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.