તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં કોરોનાના 119 કેસ

અમરેલી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 107 દર્દી ડિસ્ચાર્જ, કુલ 659 RTPCR ટેસ્ટ કરાયા : રવિવારે 1492 લોકોએ રસી લીધી

અમરેલી જિલ્લામા બે ત્રણ દિવસથી કેારેાનાના કેસમા અાંશિક ઘટાડાે જાેવા મળી રહ્યાે છે. જો કે આજે જિલ્લામાં કોરોનાના 119 પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. તો 107 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હવે કાેરાેનાની રફતાર ધીમી પડી રહી હાેય તેવુ ચિત્ર જાેવા મળી રહ્યું છે. ગઇકાલે જિલ્લામા કાેરાેનાના 30 દર્દી નાેંધાયા હતા. જાે કે અાજે જિલ્લામા કાેરાેનાના નવા 119 પાેઝીટીવ દર્દી સામે અાવ્યા હતા. સ્થાનિક આરોગ્ય તંત્રના ચોપડે આજે 60 કેસ નોંધાયા હતા. ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા આજે જિલ્લામાં ત્રણ મૃત્યુ જાહેર કરાયા હતા.થાેડા દિવસ પહેલા જિલ્લામા કાેરાેનાઅે ગતિ પકડી હતી.

જેને પગલે સરકારી તેમજ ખાનગી હાેસ્પિટલાેમા પણ દર્દીઅાેની ભારે ભીડ જાેવા મળી રહી હતી. અમરેલી જિલ્લામા અાજે 56 દર્દી અારટીપીસીઅાર ટેસ્ટમા પાેઝીટીવ અાવ્યા હતા. કુલ 659 અારટીપીસીઅાર ટેસ્ટ કરાયા હતા. જયારે બીજી તરફ 397 અેન્ટીજન ટેસ્ટ કરાતા 4 દર્દી પાેઝીટીવ અાવ્યા હતા. અમરેલી જિલ્લામા વેકસીનેશનની ગતિ પણ ધીમી છે. જિલ્લામાં આજે 1492 લોકોને રસી અપાઇ હતી.

જિલ્લામાં જાહેરનામાં ભંગ સબબ 65 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી
અમરેલી જિલ્લામા હાલ કાેરાેનાનુ સંક્રમણ અટકવાનુ નામ લેતાે નથી ત્યારે બજારમા માસ્ક પહેર્યા વગર નીકળતા તેમજ સાેશ્યલ ડિસ્ટન્સ અને કર્ફયુનાે ભંગ કરનાર સામે પાેલીસે લાલ અાંખ કરી છે. પાેલીસે કુલ 65 શખ્સાે સામે ગુનાે નાેંધી અા કાર્યવાહી કરી હતી. જિલ્લામા લાેકાે નિયમાેનુ ચુસ્ત પાલન કરે તે માટે પાેલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

પાેલીસે વાહનાેમા મુસાફરાે બેસાડી સાેશ્યલ ડિસ્ટન્સનુ ભંગ કરનાર સાત શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે. જયારે માસ્ક પહેર્યા વગર અાંટાફેરા મારતા 26 શખ્સાે સામે કાર્યવાહી કરી હતી. જયારે કન્ટેઇન્મેન્ટ વિસ્તરમા જાહેરનામાનાે ભંગ કરતા ત્રણ સામે, તેમજ દુકાનાે અને લારીઅાે પર ટાેળા ભેગા કરી સાેશ્યલ ડિસ્ટન્સનાે ભંગ કરતા બે શખ્સાે સામે તેમજ અન્ય 22 મળી કુલ 65 શખ્સાે સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો