અમરેલી જિલ્લામા 7.31 લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતુ. મત ગણતરી દરમિયાન કુલ 11372 મતદાતાઓએ નોટામા મતદાન કર્યુ હોવાનુ સામે આવ્યું છે. ગત ચુંટણી કરતા આ ચુંટણીમા નોટામા મત ઓછા પડયા હતા.
સૌથી વધુ નોટામા મત રાજુલા વિસ્તારમા પડયા હતા. અહી 2829 મતદાતાઓએ નોટામા મતદાન કર્યુ હતુ. જયારે સાવરકુંડલા મત વિસ્તારમા પણ નોટામા વધુ મત પડયા હતા. અહી 2520 મતદારોએ નોટાનુ બટન દબાવ્યું હતુ. જયારે અમરેલી સીટ પર 2138 મતદારોએ નોટામા મતદાન કર્યુ છે. ધારી સીટ પર 1845 અને લાઠી સીટ પર 2040 મત નોટામા પડયા હતા.
ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી વધુ સાવરકુંડલા સીટ પર 1.82 ટકા મત નોટામા પડયા હતા. જયારે રાજુલા સીટ પર કુલ મતના 1.57 ટકા મત નોટાને ગયા હતા. ધારીમા 1.55 ટકા, લાઠીમા 1.54 ટકા અને અમરેલી સીટ પર સૌથી ઓછા 1.32 ટકા મત નોટામા પડયા હતા. સમગ્ર જિલ્લામા એકંદરે નોટામા 1.55 ટકા મતદાન થયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.