રસીકરણ:10 ગામમાં 112 થી146 ટકા રસીકરણ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી વધુ હરિપુરમાં 146 ટકા, ભરડમાં 142 ટકા, ગરણીમાં 129 ટકા અને નવા ગીરિયામાં 126 ટકા વેક્સિનેશન
  • દિપાવલી પર બહારથી લોકો વતનમાં આવતા રસીકરણનાે આંક ઉંચાે ગયાે

અમરેલી જિલ્લામા જેમ જેમ રસીકરણ વેગ પકડી રહ્યું છે તેમ તેમ 100 ટકા વેકસીનેશન થયુ હાેય તેવા ગામાેની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લામાથી માેટી સંખ્યામા યુવાનાે પાેતાના પરિવાર સાથે ધંધાર્થે અન્ય શહેરાેમા વસવાટ કરી રહ્યાં છે. અાવા યુવાનાે અને તેના પરિવારજનાે જે તે શહેરમા જ વેકસીન લઇ રહ્યાં છે. અા જિલ્લામા માઇગ્રેશનનુ પ્રમાણ ઘણુ માેટુ હાેય જિલ્લામા જ રહેતા લાેકાેના વેકસીનેશનનાે ટાર્ગેટ ઘટાડવામા અાવ્યાે હતાે.

જે તે ગામમા માઇગ્રેટ થયેલા લાેકાેની સંખ્યા બાદ કરી રસીકરણનાે લાભ લેનારા સંભવિત લાેકાેની સંખ્યા નક્કી કરાઇ હતી. પરંતુ હવે અા સંખ્યા કરતા પણ વધુ રસીકરણ નાેંધાઇ રહ્યું છે. દિપાવલી જેવા તહેવારાે દરમિયાન માેટી સંખ્યામા લાેકાે વતનમા અાવ્યા હતા. અને તેમા બાકી રહેલા લાેકાે પૈકી ઘણાઅે અહી વેકસીન લીધી હતી. અત્યાર સુધીમા જિલ્લામા સાૈથી વધુ વેકસીનેશન લીલીયા તાલુકાના હરિપુર ગામમા 146 ટકા નાેંધાયુ છે.

અા ઉપરાંત ધારી તાલુકાના ભરડ ગામમા પણ 142 ટકા વેકસીનેશન થયુ છે. તંત્રઅે માઇગ્રેટ થયેલા લાેકાેનાે અંદાજ પણ ખાેટાે લગાવ્યાે છે. જેના પરિણામે પણ કેટલાક ગામાેમા હવે વેકસીનેશન વધુ દેખાઇ રહ્યું છે. કયા ગામમાથી કેટલા લાેકાે અન્ય શહેરાેમા સ્થળાંતરીત થયા છે તેનાે માત્ર અંદાજ લગાવાયાે હતાે. લાેકડાઉન બાદ માેટી સંખ્યામા યુવાનાે પરત અાવ્યા બાદ ફરીથી સુરત અમદાવાદ જેવા શહેરાેમા ગયા નથી. અને વતનમા જ ખેતી તથા અન્ય વ્યવસાયમા રાેકાઇ ગયા હતા. જેના કારણે તંત્રનાે અંદાજ ખાેટાે પડતા હવે ગ્રામ્ય વિસ્તારમા રસીકરણ 100 ટકાને પાર થઇ રહ્યું છે.

અમરેલી જિલ્લામાં વધુ વેક્સિનેશનવાળા ટાેપ ટેન ગામાે

હરીપુરા

146 ટકા

ભરડ

142 ટકા

ગરણી

129 ટકા

નવા ગીરીયા

126 ટકા

ભાડેર

124 ટકા

ગાેવિંદપુર

121 ટકા

કાથરાેટા

118 ટકા

નાના માચીયાળા

117 ટકા

ભાયાવદર

117 ટકા

ગીગાસણ

112 ટકા

1236 લાેકાેના કાેવિડ ટેસ્ટ

અમરેલી જિલ્લામા લાંબા સમયથી કાેરાેના કેસ 0 અાવી રહ્યાં છે. અાજે પણ કાેરાેનાનાે કાેઇ પાેઝીટીવ કેસ નાેંધાયાે ન હતાે. જાે કે જિલ્લામા તાવ, શરદી, ઉધરસનાે વાયરાે છે. જેને પગલે અાજે 1236 લાેકાેના કાેવિડ ટેસ્ટ કરવામા અાવ્યા હતા. સાૈથી વધુ અમરેલી શહેરમા 241 લાેકાેના ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત લાઠી, ખાંભા અને બાબરા પંથકમા પણ તાવના વધુ દર્દી હાેય અહી સાૈથી વધુ ટેસ્ટ કરાયા હતા.

ગુરૂવારે વધુ 11124 લાેકાેને રસી અપાઇ
દરમિયાન અાજે ગુરૂવારના દિવસે પણ અમરેલી જિલ્લામા વધુ 11124 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. અાજે સાૈથી વધુ રાજુલા શહેરમા 2050 લાેકાેને વેકસીન અપાઇ હતી. જયારે સાૈથી અાેછી લીલીયા તાલુકામા માત્ર 261 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...