રસીકરણ:1.12 લાખ લોકો હજુ બીજા ડોઝથી વંચિત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 84 દિવસ બાદ પણ બીજો ડોઝ લીધો નથી : આરોગ્ય કર્મીઓ ઘેર-ઘેર રસી દેવા પહોંચે ત્યારે પણ બહાના કાઢે છે

અમરેલી જિલ્લામાં 112911 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ છે. તેને 84 દિવસ વિતી ગયા છે. છતાં પણ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. બીજા ડોઝમાં બાકી રહેલા લોકોના રસીકરણ માટે આરોગ્ય ટીમે લોકોના ઘરે જવાનું શરૂ કર્યું છે. પણ આરોગ્ય કર્મીઓને બીજો ડોઝ ન લેવા માંગતા વ્યક્તિ પાસે નવા નવા બહાના જાણવા મળે છે. આ ઉપરાંત જિલ્લામાં દરરોજના 6 હજાર જેટલા લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવે છે. છતાં પણ લોકો રસીકરણ સેન્ટર સુધી પહોંચતા નથી.જિલ્લામાં મતદારયાદી પ્રમાણે 1233082 લોકો 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવે છે.

આ તમામ લોકોને કોરોના રસીકરણ અભિયાન હેઠળ રસી આપવાની કામગીરી શરૂ છે. અહી અત્યાર સુધીમાં જિલ્લાભરમાં 922297 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. તેમજ 649114 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. પણ અમરેલી જિલ્લામાં હવે રસીકરણ મામલે ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. જિલ્લામાં અત્યારે 112911 લોકોએ પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ થઈ ગયા છે. પણ આ તમામ લોકો રસીનો બીજો ડોઝ લેવા માટે આવતા નથી.આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે 1.12 લાખ લોકો બીજા ડોઝમાં રસી લેવાના બાકી છે.

આરોગ્ય કર્મચારીઓએ હર ઘર દસ્તક અભિયાન હેઠળ રસીકરણમાં બાકી રહેલા લોકોના રસીકરણ માટે ઘરે ઘરે જવાનું શરૂ કર્યું છે. અહી 153થી પણ વધારે ટીમો દરરોજ લોકોના ઘરે પહોંચે છે. પણ પ્રથમ ડોઝમાં તાવના કારણે લોકો રસીનો બીજો ડોઝ લેવા માંગતા નથી. અને ઘરે ગયેલા આરોગ્યકર્મીને નવા નવા બહાના આપી રવાના કરી દેવામા અાવી રહ્યાં છે. જિલ્લામાં 132 જેટલા શિક્ષકો દરરોજ બાકી રહેલા લોકોને રસી લેવા માટે ફોન કરી જાણ કરે છે. પણ કોઈ વ્યક્તિ રસીકરણ સેન્ટર સુધી ફરકતું પણ નથી.

જિલ્લામાં 498 ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 498 જેટલા ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...