તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:11,033 બાળકોએ ધો.1 માં પ્રવેશ મેળવ્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક વર્ષનું નવું સત્ર શરૂ થતાં શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ: અમરેલી જિલ્લામાં 762 પ્રાથમિક શાળા કાર્યરત
  • હજુ પણ 31 જુલાઇ સુધી પ્રવેશ મેળવી શકાશે: કોરોના મહામારીમાં છાત્રો ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યાં

અમરેલી જિલ્લામાં શૈક્ષણિક વર્ષનું નવુ સત્ર શરૂ થતાં શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાની 762 પ્રાથમિક શાળામાં 11033 બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો. બીજી તરફ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટેનો ઘસારો વધ્યો છે. કોરોનાના હિસાબે શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ બંધ છે.

માત્ર વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષમાં પણ શાળાઓમાં અભ્યાસ ક્યારે શરૂ થશે. તે વાલીઓને ખબર નથી. જેના કારણે ખાનગી શાળાઓમાં શૈક્ષણિક ફી ભરવા કરતા સરકારી શાળાઓ પોતાના બાળકોને એડમિશન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે 762 પ્રાથમિક શાળામાં 15 જૂન સુધીમાં 11033 બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો. હજુ પણ 31 જુલાઈ સુધી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આગામી દિવસોમાં સરકારી શાળામાં પ્રવેશની સંખ્યામાં જબરો વધારો થશે. તેમજ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર છાત્રોની માહિતી એકત્રીત કરવામાં આવશે.

બગસરામાં સરકારી શાળામાં એડમિશનમાં છાત્રોનો ઘસારો થતા શિક્ષકોમાં આનંદ
જિલ્લાની સરકારી શાળામાં મફત પાઠ્ય પુસ્તક, સ્કોલરશીપ, ડ્રેસ, મધ્યાહન ભોજન, કોમ્યુટર સહિતના સુવિધાએ વાલીઓનું ધ્યાન દોર્યું છે. બગસરા તાલુકામાં પણ ઓણસાલ સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ માટે ઘસારો વધતા શિક્ષકોમાં પણ આંનદ છવાયો હતો. અને શાળામાં એડમિશન લેતા છાત્રોનું સ્વાગત કર્યું હતું.

ગત વર્ષે 13696 છત્રોએ પ્રવેશ મેળવ્યો
જિલ્લામાં ગત વર્ષે 31 ઓગષ્ટ સુધીમાં 13696 વિદ્યાર્થીઓએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં અમરેલી 913, લાઠી 1116, લીલીયા 546, બાબરા 1362, કુંકાવાવ 729, બગસરા 600, ધારી 1207, ખાંભા 1210, રાજુલા 2561, જાફરાબાદ 1429 અને કુંડલા 2003 છાત્રોએ શિક્ષણમાં પ્રવેશ કર્યો હતો.

ક્યાં તાલુકામાં કેટલા વિદ્યાર્થી ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો?

તાલુકોશાળાવિદ્યાર્થી
અમરેલી73800
લાઠી68992
લીલીય40529
બાબરા711219
ધારી1001155
બગસરા42596
કુંકાવાવ54700
ખાંભ631044
જાફરાબાદ491355
રાજુલા971446
કુંડલા1051197

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...