મોંઘવારીમાં રાહત:રાજુલા પાલિકાના 110 સફાઇ કામદારોને પુરો પગાર મળશે, પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર સાથે બેઠક કરી હતી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા પાલિકામાં સફાઇ કામદારોને પાછલા ઘણા સમયથી પુરો પગાર મળતો ન હોય આ પ્રશ્ને પાલિકા પ્રમુખ દ્વારા સફાઇ કામદારોને સાથે રાખી ચીફ ઓફિસર સાથે બેઠક કરાઇ હતી. જેને પગલે હવે 110 સફાઇ કામદારોને પુરો પગાર મળશે જેને પગલે સફાઇ કામદારોમા ખુશી વ્યાપી ઉઠી હતી.

સફાઇ કામદારેા દ્વારા પાછલા ઘણા સમયથી પુરો પગાર મળે તે મુદે રજુઆત કરવામા આવી હતી. ત્રણ માસ પહેલા પાલિકા પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા દ્વારા આ પ્રશ્નને ઉકેલવા સફાઇ કામદારેાને વચન આપ્યું હતુ. સરકારના નિયમ મુજબ સફાઇ કામદારોને રૂપિયા 9600 પુરો પગાર મળે તે માટે સફાઇ કામદારેાને સાથે રાખી પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર સાથે બેઠક પણ કરવામા આવી હતી.

જેને પગલે એવો નિર્ણય લેવાયો હતેા કે આગામી માસથી સફાઇ કામદારેાને પુરો પગાર મળશે. જેને પગલે સફાઇ કામદારો ખુશખુશાલ થયા હતા. સફાઇ કામદારોના આગેવાન હકાભાઇ અને અરવિંદભાઇએ જણાવ્યું હતુ કે હવે પુરો પગાર મળવાથી સફાઇ કામદારેાને ગુજરાત ચલાવવુ સરળ બની રહેશે.આમ,કર્મચારીઓને મોંઘવારીના મારમાં રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...