• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 11 Teams Were Made To Run For The Lumpy Virus Survey, Animal Husbandry Department Says 2 Animals Have Died In The District Due To Lumpy Virus So Far.

હેલ્પલાઇન નંબર 1962:લમ્પી વાયરસના સર્વે અંગે 11 ટીમ દોડતી કરાઇ, પશુપાલન વિભાગ કહે છે લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં જિલ્લામાં 2 પશુના મોત

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીમો દ્વારા હાલમા ઘરે ઘરે ફરી સર્વે, રસીકરણ, સારવાર તથા પશુનું મોત થયુ હોય તો પોસ્ટમોર્ટમ જેવી કાર્યવાહી હાથ ધરે છે. - Divya Bhaskar
ટીમો દ્વારા હાલમા ઘરે ઘરે ફરી સર્વે, રસીકરણ, સારવાર તથા પશુનું મોત થયુ હોય તો પોસ્ટમોર્ટમ જેવી કાર્યવાહી હાથ ધરે છે.

અમરેલી જિલ્લામા પશુઓમા લમ્પી વાયરસ દેખાવા લાગ્યો છે અને તેના કારણે પશુઓના મોત પણ થઇ રહ્યાં છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આ અંગે જિલ્લાભરમા સર્વે માટે 11 ટીમો કાર્યરત કરાઇ છે. હાલમા પશુઓ લમ્પી ડિસીઝનો ભોગ બની રહ્યાં છે. અમરેલી જિલ્લામા પણ પશુઓમા આ રોગ દેખાવા લાગ્યો છે.

આ રોગના લીધે પશુઓના મોતની ઘટના પણ બની છે. ત્યારે અમરેલી જિલ્લા પશુપાલન કચેરીની 11 ટીમોને આ વાયરસ સામે લડવા કાર્યરત કરાઇ છે. આ ટીમો દ્વારા હાલમા ઘરે ઘરે ફરી સર્વે, રસીકરણ, સારવાર તથા પશુનુ મોત થયુ હોય તો પોસ્ટમોર્ટમ જેવી કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.

તંત્ર દ્વારા અપીલ કરાઇ છે કે જો કોઇપણ પશુમા આ વાયરસના લક્ષણ જણાય કે પશુ બિમાર જણાય અથવા મૃત્યુના કિસ્સામા તંત્રને જાણ કરવી. આ માટે હેલ્પલાઇન નંબર 1962નો પણ ઉપયોગ કરી શકાય છે.

માખી, મચ્છરથી ફેલાય છે રોગ
લમ્પી વાયરસ માખી અને મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુમાથી બીજા પશુમા ફેલાય છે. આ રોગને લીધે પશુના ચામડી પર ફોલ્લા થાય છે. ઉપરાંત તાવ આવે છે, નાકમાથી પ્રવાહી પડે તથા ખોરાક લેવાનુ બંધ થઇ જાય છે. જો કે આ રોગથી પશુના મરણનુ પ્રમાણ નહિવત છે.

અન્ય સમાચારો પણ છે...