દરોડો:રાજુલાના કાતર ગામ નજીક ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમા જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ કિં.રૂ. 4,08,270/- ના મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી પકડી પાડ્યા

અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી એક ડ્રાઇવ શરૂ કરતા આ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપયુ હતું અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આઇ.જે.ગીડાની ટીમ એલ.સી.બી.ટીમ સ્ટાફ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાનબાતમી રાહે હકીકત મળેલ કે, કાતર ગામ તરફથી આવતા ટ્રેકટર સાથેની ટ્રોલીમાં ટ્રેક્ટરનો ડ્રાઇવર પૈસા લઇ, ટ્રેક્ટરની ટ્રોલીમાં અમુક ઇસમને પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાડે છે અને જુગાર હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી મળતાં વોચ ગોઠવી બાતમી વાળું ટ્રેક્ટર આવતાં તેને રોકી ટ્રોલી ચેક કરતાં કુલ અગિયાર ઇસમો જુગાર રમી રમાડતાં હતા જેમને પકડી પાડી તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે

જુગાર રમતા પકડાયેલ ઇસમો

(1) પ્રવિણભાઇ ચૌઘરભાઇ સાંખટ, ધંધો ડ્રાઇવીંગા રહે બાબરકોટ, (2)દિનેશભાઇ બચુભાઇ સાંખટ, ધંધો પ્રા નોકરી, રહે.બાબરકોટ, (3)રાણાભાઇ અમરાભાઇ જાદવ, ધંધો ખેતીકામ, રહે.બાબરકોટ,

(4) રાજેશભાઇ છનાભાઇ સાંખટ, ધંધો-મજુરી રહે.બાબસ્કોટ,

(5) ભીખુભાઇ ભુપતભાઇ મકવાણા, ધંધો-અભ્યાસ. રહે.બાબરકોટ,

(6) દીપકભાઇ પુનાભાઇ બામણીયા, ધંધો-મજુરી, રહે.મીતીયાળા,

(7) લાખાભાઇ સોમાતભાઇ શિયાળ, ધંધો મજુરી, રહે.બાબરકોટ

(૮) મધુભાઇ વાધાભાઇ સાંખટ, ધંધો-મજુરી,

(9) ભરતભાઇ ફકીરભાઇ સાંખટ, ઉ.વ.૩૬, ધંધો મજુરી,

(10) રમેશભાઇ વેલાભાઇ શિયાળ, (11) ખીમજીભાઇ ભીખુભાઇ શિયાળ ધંધો-મજુરી

પકડાયેલ મુદ્દામાલઃ

રોકડા 5.1,14,200/- તથા મોબાઇલ ફોન નંગ-૦8, કિ.રૂા.44,000/- તથા એક આઇશર 380 ટ્રેક્ટર રજી.નં__GJ-14 4-2647, કિ.રૂ.2,00,000/- તથા ટ્રોલી, ડબલ વાર્ડથાળી, રજી નં GJ-14-W-2985, કિ.રૂ.50,000/- મળી કુલ કિં.રૂા.4,08,270/- નો મુદ્દામાલ,

આ કામગીરીમાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આઇ.જે.ગીડા અને એલ.સી.બી. ટીમ ને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...