તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરેલી જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 11 શખ્સ ઝબ્બે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા પોલીસે બે સ્થળે તેમજ રાજુલાના ડુંગરમા જુગાર અંગે દરાેડાે પાડયાે હતાે. પાેલીસે 11 જુગારીને ઝડપી લઇ 17360નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે અમરેલીમા સુળીયાટીંબા નજીક જાહેરમા જુગાર રમી રહેલા ઇમરાન રહીમશા શાહમદાર, લાલભાઇ રહીમશા, કિશાેર બાબુભાઇ ચાવડાને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી 10330નાે મુદામાલ કબજે લીધાે હતેા. અા ઉપરાંત પાેલીસે જેશીંગપરા શેરી નં-5માથી જાહેરમા જુગાર રમી રહેલા શૈલેષ જેરામભાઇ દામાણી, સંજય હરિભાઇ ગાેહિલ, વિજય નાથાભાઇ મેમકીયા અને પંકજ દેવજીભાઇ રાઠાેડને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી 3220ની મતા કબજે લીધી હતી.

જયારે રાજુલાના ડુંગરમાથી અકરમ લાખાભાઇ, રજાક નુરમહંમદ અને હબીબ કાળુભાઇ ગાહા તેમજ શબ્બીર સુલેમાન ગાહા નામના શખ્સાેને જાહેરમા જુગાર રમતા ઝડપી લઇ 3810ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...