તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લાઠી નજીકથી જાહેરમાં જુગાર રમતા 11 પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 2.49 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામાં જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે લાઠી નજીકથી 11 જુગારીને ઝડપી લીધા હતા પોલીસે અહીંથી કુલ રૂપિયા 2.49 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અમરેલી એસઓજી પોલીસે લાઠીથી ભુરખીયા માર્ગ વચ્ચે જુગાર અંગે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી જાહેરમાં જુગાર રમી રહેલા રાહુલ રાવતભાઇ ડેર, અકરમ ઈકબાલભાઈ મકરાણી, હસન હબીબ સેતા, નયન બાલાભાઈ ડેર, શૈલેષ જહાભાઈ ગળિયા, અર્જુનસિંહ ગોહીલ, સકુ સાહિલભાઈ સેતા, અલીઅસગર દલ, ઈમરાન સિદુભાઈ, હરેશ ચુનીભાઇ ખસિયા, હુસેન બાબુભાઈ શૈયદ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીંથી રોકડ રૂપિયા 35,200 તેમજ મોબાઇલ 10 નંગ મળી કુલ રૂપિયા 2,49,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસના આ દરોડાથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...