તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લામાં 10મીએ જિલ્લા અને તાલુકાની કાેર્ટમાં લાેક અદાલત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાધાનથી વધુમાં વધુ કેસનાે નિકાલ કરવામાં આવશે

જિલ્લા કાનુની સેવા સતા મંડળ અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ પી.અેસ.બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કેાર્ટમા અાગામી 10મીઅે લાેક અદાલતનુ અાયાેજન કરવામા અાવ્યું છે. લાેક અદાલતમા ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ અાેફેન્સ, નેગાેશીયેબલ-138, બેંક રીકવરી, અેમઅેસીપી, ઇલેકટ્રીસિટી અને વાેટર બિલ્સ, મેટ્રીમાેનીઅલ ડિસ્પ્યુટ, લેબર ડિસ્પ્યુટ, લેન્ડ અેકવિઝીશન કેસ, સર્વિસ મેટર રીલેટીંગ પે અેન્ડ અેલાઉન્સ, રેવન્યુ કેસ તેમજ અધર સિવીલ કેસાે માટે લાેક અદાલત યાેજાશે.

આ લોક અદાલતમાં વધુમાં વધુ સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવશે. જે પક્ષકારોના કોર્ટમાં કેસ ચાલુ હોય તેઓ સમાધાન કરવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે. નોંધનીય છે કે જિલ્લાની પ્રજાને જાગૃત કરવાના હેતુસર નેશનલ લોક અદાલત એટલે લોકો વડે ચાલતી અદાલત જેમાં કોઈ પક્ષકારની હાર થતી નથી કે કોઈ પક્ષકારની જીત થતી નથી અને સર્વને સમાન ન્યાય મળે છે. નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ નિકાલ સમાધાનથી થાય તે માટે થોડી બંધ છોડ કરી સુખદ સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો