તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:અાકરી ગરમી પડવાની અાગાહીને પગલે જિલ્લામાં 108 સેવા સજ્જ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિ'માં લુ લાગવી, ચક્કર અાવવા, ઝાડા ઉલટી, પેટમાં દુખાવાે થવાે જેવા કેસ વધ્યાં

હવામાન વિભાગ દ્વારા અાકરી ગરમી પડવાની અાગાહી કરવામા અાવી છે. અમરેલી જિલ્લામા પણ તાપમાન ઉંચકાઇ રહ્યું છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા 108 સેવાને સજ્જ રહેવા અાયાેજન કરાયુ છે. હાલ લુ લાગવી, ચક્કર અાવવા, ઝાડા ઉલટી, પેટમા દુખાવાે જેવા કેસ સામે અાવી રહ્યાં છે.

અમરેલીમા બે દિવસથી તાપમાન ઉંચકાયુ છે. ગઇકાલે અહી મહતમ તાપમાન 40.8 ડિગ્રી નાેંધાયુ હતુ. અાગામી દિવસાેમા પણ તાપમાન 42 ડિગ્રી કરતા ઉંચુ જવાની શકયતા હાેય વહિવટી તંત્ર દ્વારા પણ 108 અેમ્બ્યુલન્સ સેવાને તૈયાર રાખવા અાયાેજન કર્યુ છે. હાલમા પણ લુ લાગવી, ચક્કર અાવવા, ઝાડા ઉલટી, બેભાન થઇ જવાના કેસ જાેવા મળી રહ્યાં છે.

108 દ્વારા પણ લાેકાેને ગરમીથી બચવા કેટલાક સુચનાે જણાવ્યા છે. જેમા બને ત્યાં સુધી તડકામા જવાનુ ટાળવા, સુતરાઉ કપડા પહેરવા, પુરતા પ્રમાણમા પ્રવાહી લેવુ, નાના બાળકાે અને માેટી ઉંમરના લાેકાેઅે બહાર જવાનુ ટાળવુ, સગર્ભા મહિલાઅે વધારે પાણી પીવુ અને લીલા શાકભાજી અારાેગવા, ગરમીમા સહેજ પણ અસર જણાય તાે ડાેકટરનાે સંપર્ક કરવાે. લેબર વર્કરાે જાે તડકામા કામ કરતા હાેય તાે દર બે કલાકે છાંયડામા 15 થી 20 મિનીટ અારામ લેવાે જાેઇઅે. વાસી ખાેરાક ખાવાનુ ટાળવુ જેથી ઝાડા ઉલટી જેવી બિમારીથી બચી શકાય. આમ, 108 દ્વારા તમામ કામગીરી પૂર્ણ સજ્જ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો