તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડધો કિમી લાંબી કતાર:રાજુલાના હિંડોરણા પુલ પર ખાડો પડતા ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ પણ ફસાઇ

અમરેલી25 દિવસ પહેલા
  • વાહનોની લાંબી કતારો થતાં પોલીસ પહોંચી અને વાહન વ્યવ્હાર પૂર્વવત કરાવ્યો

અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં હિંડોરણા પુલ પર ખાડો પડતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. અડધો કિ.મી. લાંબી વાહનોની કતાર લાગી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ટ્રાફિક જામ થયો હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકજામ દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

અમરેલી જિલ્લા રાજુલા જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દર ચોમાસાની ગંભીર સમસ્યા છે. રાજુલાના હિંડોરણા પુલ ઉપર વરસાદના કારણે ગાબડા પડે છે. જેના કારણે ટ્રાફિક જામ થાય છે. આજે અહીં ખાડો પડતા અડધો કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ટ્રાફિકજામ થતા ટ્રાવેલર્સ બસો, ટ્રકો સહિત અનેક નાના મોટા વાહનોની લાઈનો લાગી હતી. હિંડોરણા પોલીસ ચોકીથી ગાત્રાડ હોટલ સુધી વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે. ટ્રાફિક જામની જાણ રાજુલા પોલીસને થઇ હતી અને પોલીસે મહામુસબિતે ટ્રાફિક દૂર કરાવ્યો હતો.

દર ચોમાસે ગાબડા પડે છે- સ્થાનીકહિંડોરણા ગામના જાગૃત નાગરિક લખમણભાઈ વાવડીયાએ કહ્યું અમારું ગામ એ આજે 108ના સાયરન ખૂબ સાંભળ્યા અને વાહનોના હોન સાંભળી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં ગાબડા સતત પડી રહ્યા છે. આ ગતિશીલ સરકાર આ પુલના પ્રશ્નને કાયમી નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...