તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જિલ્લામાંથી 106 શખ્સ નશાે કરેલા ઝડપાયા

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂનુ વેચાણ, હેરાફેરી તેમજ નશાનુ દુષણ ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે પાેલીસે ગઇકાલે જિલ્લામા 106 શખ્સને નશાે કરેલી હાલતમા ઝડપી પાડયા હતા. જયારે જુદાજુદા 54 સ્થળે દેશીદારૂ અંગે દરાેડાે પાડી ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે વડીયા, માેટી કુંકાવાવ, લાઠી, શેલણા, જાફરાબાદ, કડીયાળી, વઢેરા, દામનગર, શાખપુર, રાજુલા, હાથસણી, ટીંબી, બાબરા, બગસરા, સમઢીયાળા, ધારી, રામપરા-2, ભેરાઇ, કાેવાયા, ચાંચ સહિત ગામાે તેમજ અન્ય સ્થળેથી કુલ 106 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પાેલીસે હાલરીયા, વડીયા, લાઠી, ટાેડા, શેલણા, સેંજળ, અમરેલી, ચિતલ, જાફરાબાદ, શાખપુર, કૃષ્ણગઢ, નાગેશ્રી, ટીંબી, લીલીયા, ગુંદરણ, ખેરા, ચાંચ સહિતના ગામાેમા દેશીદારૂ અંગે દરાેડાે પાડી દેશીદારૂનુ વેચાણ કરતા શખ્સાે સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...