કાર્યવાહી:જિલ્લામાં 103 શખ્સાે નશાે કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે 17 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે

અમરેલી જિલ્લામાં નશાખાેરીની પ્રવૃતિ ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે જુદાજુદા સ્થળેથી 103 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. અા ઉપરાંત પાેલીસે જુદાજુદા 17 સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખેારીની પ્રવૃતિ સામે પાેલીસે લાલ અાંખ કરી છે. ત્યારે પાેલીસે જાફરાબાદ, બગસરા, માેટા મુંજીયાસર, સાવરકુંડલા, ભાડેર, ધારી, દલખાણીયા, ચલાલા, શેલણા, વિકટર, દાતરડી, રાજુલા, ખાંભા, વિજયાનગર, માેટા ઝીંઝુડા, વિજપડી, લીલીયા, વડીયા, બાબરા, અાસાેદર, દામનગર અને અમરેલીમાંથી 103 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા.

અા ઉપરાંત પાેલીસે દેશીદારૂનુ વેચાણ કરતા તત્વાે સામે પણ કડક કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...