રસીકરણ:જિલ્લામાં એક જ દિવસમાં 10206 લોકોને વેક્સિન અપાઈ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં 517 ગામમાં 100 ટકા રસીકરણ કરાયું

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 10206 લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા રસી અપાઈ હતી. જિલ્લાભરમાં અત્યાર સુધીમાં 517 ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે. રસીકરણમાં બાકી રહેલા લોકોના વેક્સીનેશ માટે તંત્રએ ઝુંબેશ હાથ ધરી છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વહિવટી તંત્રએ રસીકરણની કામગીરીને ઝડપી બનાવી છે. બીજી તરફ રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા લોકોને આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને રસી આપી રહ્યા છે. અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં 517 ગામડામાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દીધી છે.

તેમજ બુધવારના દિવસે અમરેલી જિલ્લામાં 10206 લોકોએ રસી લીધી હતી.અમરેલીમાં 942, બાબરામાં 1348, બગસરામાં 632, ધારીમાં 1260, જાફરાબાદમાં 983, ખાંભામાં 619, કુંકાવાવમાં 726, લાઠીમાં 1062, લીલીયામાં 229, રાજુલામાં 811 અને સાવરકુંડલામાં 1594 લોકોએ કોરોના રસી લીધી હતી.

1130 લોકોના કોરોના ટેસ્ટ કરાયા પણ ઝીરો કેસ
અમરેલીમાં 228, બાબરામાં 93, બગસરામાં 93,ધારીમાં73,જાફરાબાદમાં 93,ખાંભામાં 78,કુંકાવાવમાં92,લાઠીમાં132,લીલીયામાં 51,રાજુલામાં 88 અને સાવરકુંડલામાં 103 મળી કુલ 1130 લોકો કોરોના લક્ષણ ધરાવતા હતા. આરોગ્ય તંત્રએ આ તમામના કોરોના ટેસ્ટ કર્યા હતા. તમામનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...