તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓમાં દોડધામ:ચૌત્રામાં કેશ ડોલ્સ ન મળતા 100 મજૂરના તાલુકા પંચાયતમાં ધામા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી સંખ્યામાં મજુરો પહોંચતા તાલુકા પંચાયતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. - Divya Bhaskar
મોટી સંખ્યામાં મજુરો પહોંચતા તાલુકા પંચાયતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો.
  • સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
  • તાઉતેના 1 માસ બાદ પણ ગામમાં કોઈ સર્વે માટે પણ ડોકાયું નથી

રાજુલા તાલુકાના ચોત્રામાં વાવાઝોડાના એક મહિના બાદ પણ 100 જેટલા મજુરોને કેશડોલ્સ મળી નથી. જેના કારણે સરપંચની આગેવાનીમાં મજૂરો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. મજૂરોએ સ્થળ ઉપર કેશડોલ્સ આપવાની માંગણી કરી હતી. જેના કારણે અધિકારીઓમાં થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી. અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. રાજુલા તાલુકાના અનેક ગામડાઓમાં વાવાઝોડાના એક માસબાદ પણ લોકોને કેશડોલ્સ ન મળ્યા હોવાની અને સર્વે ન થયો હોવાની ફરિયાદો આવી રહી છે.

ત્યારે ચોત્રાના સરપંચ ગોવાભાઇની આગેવાની હેઠળ 100 જેટલા મજૂરો તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. મજૂરોએ અધિકારીઓને જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન ગામની શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. છતા પણ આજદિન સુધી મજૂરોને કેશડોલ્સ આપવામાં આવી નથી. તેમજ એક પણ કર્મચારી સર્વે માટે ગામમાં પહોંચ્યો નથી. જેના કારણે ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મજૂરોએ સ્થળ ઉપર કેશડોલ્સની રકમ આપવા જીદ પકડી હતી. એક સાથે મોટી સંખ્યામાં મજૂરો તાલુકા પંચાયત કચેરીમાં આવી પહોંચતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી. પરંતુ અંતે મજૂરોને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

મજૂરોની રજૂઆત જિલ્લાકક્ષાએ પહોંચાડાશે
રાજુલા તાલુકા વિકાસ અધિકારી પ્રણયભાઇ જોષીએ જણાવ્યું હતું કે ચોત્રા ગામના મજૂરોને કેશડોલ્સ ન મળ્યાની રજૂઆત આવી છે. જેને જિલ્લાકક્ષાએ પહોંચાડવામાં આવશે.> પ્રણયભાઇ જોષી, ટીડીઓ
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...