તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લાના 10 ખેડૂત યુવાનો દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. અહીં કડકડતી ઠંડીમાં કૃષિ કાયદાના વિરોધમાં આંબરડીના યુવાનો દિલ્હી ખાતે પહોંચી ગયા હતા. જેને અમરેલી ખેડૂત સંગઠનોએ બિરદાવ્યા હતા.
કૃષિ કાયદાના વિરોધનો આજે 49મો દિવસ ચાલી રહ્યો છે. અહીં પંજાબ અને હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે 10 યુવાનો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના જીગ્નેશભાઈ અને તેમની સાથે અન્ય ખેડૂત યુવાનો આંદોલનમાં જોડાયા હતા. અહીં કડકતી ઠંડીમાં છેલ્લા 10 દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં યુવાનો નારા લગાવી રહ્યા છે. ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ મહેશભાઈ છોડવડીયાએ જણાવ્યુ હતુ કે દિલ્હી ખાતે ખેડૂતો આંદોલનમાં પહોંચેલા યુવાનોને ખેડૂતો સંગઠને આવકાર્યા છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.