ગૃહ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ બિન હથિયારી PSIની ખાલી જગ્યાઓ સામે બિન હથિયારી ASIને તદ્દન હંગામી ધોરણે બઢતી પ્રમોશન દ્વારા ભરવા અંગે કુલ રાજ્યના 693 બિન હથિયારી ASIને તદ્દન હંગામી ધોરણે બઢતી આપીને બિન હથિયારી PSI તરીકે નિમણૂક આપવા મંજૂરી આપવામા આવી છે જે પૈકી ભાવનગર રેન્જના કુલ 25 બિન હથિયારી ASIને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવા અંગેની કાર્યવાહી તા.06/01/2023ના રોજ કરવામા આવી હતી.
જે અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ 10 બિન હથિયારી ASIને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ તમામ હંગામી ધોરણે બઢતી પામેલા બિન હથિયારી પી.એસ.આઈને પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અભિનંદન આપી અને ભવિષ્યમા બિન હથિયારી પી.એસ.આઈ. તરીકે સારી કામગીરી કરે તે માટે તમામને એસપી કચેરીમાં શુભેચ્છા પાઠવવામાં આવી હતી પોલીસ બેડામાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.