વળતર યોજના:31મે સુધીમાં મિલકત વેરો ભરનારને 10 થી 15 % રાહત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલી નગરપાલિકા - ફાઈલ તસવીર - Divya Bhaskar
અમરેલી નગરપાલિકા - ફાઈલ તસવીર
  • ઓનલાઇન વેરો ભરનારને 15 % અને રૂબરૂ ભરનારને 10 % વળતર

અમરેલી નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિલકત વેરો ભરનારા લોકોને 10 થી 15 ટકા સુધીની રાહત આપવામા આવી છે. 31મી તારીખ સુધીમા વેરો ભરનાર મિલકત ધારકોને આ લાભ મળશે.

અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતીના ચેરમેન સુરેશભાઇ શેખવાએ જણાવ્યું હતુ કે શહેરના મિલકત ધારકોને વેરામા 10 થી 15 ટકાની રાહત આગામી 31મી મે સુધી આપવામા આવી છે. પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી અને ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે નિયમીત વેરો ભરનારાઓ માટે આ ખાસ વળતર યોજના જાહેર કરાઇ છે. જેમા ચાલુ વર્ષનો મિલકત વેરો ઓનલાઇન ભરનારાઓને 15 ટકાની રાહત અપાશે. જયારે નગરપાલિકા કચેરીએ રૂબરૂ વેરો ભરનારાઓને 10 ટકાની રાહત આપવામા આવશે.

તેમણે એમપણ જણાવ્યું હતુ કે ગત સાલના જુના બીલના આધારે પણ વેરો ભરપાઇ કરી શકાશે. જુનુ બીલ ઉપલબ્ધ ન હોય તો પોતાનુ નામ સર્ચ કરાવી આ યોજનાનો લાભ લઇ શકાશે. ઓનલાઇન વેરો ઇનગરની વેબસાઇટ પર જઇ કવીક પેમેન્ટ પર કલીક કરીને ભરી શકાશે. તેમણે લોકોને તમામ વેરા, દુકાન ભાડુ અને વ્યવસાય વેરો નિયમીત ભરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...