અમરેલી જિલ્લામાં જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે રાજુલા અને તાજપરમાથી 10 જુગારીને ઝડપી લઇ બંને સ્થળેથી કુલ રૂપિયા 52260નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.રાજુલામાં બીડી કામદાર વિસ્તારમા કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી રહ્યાં હોવાની બાતમી મળતા પોલીસ અહી ત્રાકટી હતી. પોલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા અલાઉદીન ઉમરભાઇ ઝાંખરા, ભરત જીણાભાઇ ડોળાસીયા, ફિરોજશા દાદુશા દલ અને અફઝલ અમીર જાડેજા નામના શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે અહીથી 12500ની મતા કબજે લીધી હતી. પીઆઇ ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા, ડી.ડી.મકવાણા,મીતેશભાઇ, સંજયભાઇ, રોહિતભાઇ, ઘનશ્યામભાઇ વિગેરેએ આ કામગીરી કરી હતી. આ ઉપરાંત લાઠી તાલુકાના તાજપરમાથી જાહેરમા જુગાર રમી રહેલા જગુ પરશોતમભાઇ રાઠોડ, રણજીતસિંહ ગોહિલ, કનુ જીણાભાઇ, અજીત હરીભાઇ તેમજ માધુ મનુભાઇ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂપિયા 39760નો મુદામાલ કબજે લીધો હતેા. બનાવની વધુ તપાસ એએસઆઇ કે.એમ.વાઢેર ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.