તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમરેલી અને જરખિયામાંથી જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં જુગારની બદીને ડામવા પોલીસ કાર્યવાહી
  • પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 14 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી હતી. પાેલીસે અમરેલી અને જરખીયામાથી 10 જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 14 હજારનેા મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે જુગારનાે પ્રથમ દરાેડાે લાઠીના જરખીયામા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા પંકજ વાલજીભાઇ વાઘેલા, ઉમેશ મધુભાઇ વા,ેલા, રાજુ લાભુભાઇ વાઘેલા, દિનેશ ગાેબરભાઇ વાઘેલા, મુકેશ ગાેકળભાઇ નાવડીયા, અનીલ માેહનભાઇ પંચાળા, કાંતી મનજીભાઇ જતાપરા નામના શખ્સાેને ઝડપી લીધા હતા.

પાેલીસે અહીથી કુલ રૂપિયા 2990નાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ બી.પી.ધાંધલા ચલાવી રહ્યાં છે. અા ઉપરાંત પાેલીસે અમરેલીમાકુંકાવાવ જકાતનાકા પાસેથી ઇસુબ ઇસ્માઇલ મહિડા, દિનેશ રણછાેડભાઇ મકવાણા, દિપક ગાેકુળભાઇ ડાભી નામના શખ્સાેને જુગાર રમતા ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રાેકડ રૂપિયા 11070ની મતા કબજે લીધી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ બી.ડી.વાળા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...