તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:દામનગર નજીકથી કતલખાને ધકેલાતા 10 પશુને બચાવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા ફરી પશુઅાેની કતલ અને હેરાફેરીની પ્રવૃતિ શરૂ થઇ હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ત્યારે પાેલીસે દામનગર નજીક ભુરખીયા ચાેકડી પાસેથી અેક વાહનમા કતલખાને ધકેલાતા 10 પશુને બચાવી લીધા હતા. પાેલીસે બે શખ્સાેને ઝડપી લઇ 5.92 લાખનેા મુદામાલ કબજે લીધાે હતાે. કતલખાને ધકેલાતા પશુને બચાવી લેવાયાની અા ઘટના દામનગરમા ભુરખીયા ચાેકડી નજીક બની હતી.

પાેલીસે અહીથી પસાર થતા ટ્રક નંબર જીજે 14 અેકસ 6811ને અટકાવી તલાશી લીધી હતી. ટ્રકમા 10 પશુઅાે ખીચાેખીચ ભરી દાેરડાથી બાંધેલી હાલતમા મળી અાવ્યા હતા. પાેલીસે હરેશ રમેશ ધુજીયા, લાલાે હબીબ સૈયદ નામના શખ્સાેને ઝડપી લીધા હતા.પાેલીસે અહીથી 10 પશુ કિમત રૂપિયા 92 હજાર તેમજ ટ્રક કિમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 5.92 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ જે.અાર.હેરમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...