વીજળી વેરી બની:અમરેલીના રાજુલા તાલુકાના કડીયાળી ગામમાં વીજળી પડતા 1 મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વીજળીના કડાકા ભડાકા

રાજયભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા આજે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી,લાઠી,વડીયા, રાજુલા સહિત વિસ્તારમાં વરસાદ વસરતો હતો. જ્યારે દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વધુ થયા હતા જેના કારણે લોકો રીતસર ફફડી ઉઠ્યા હતા જોકે હજુ પણ સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

રાજુલા પંથકમાં વીજળીના કડાકા વચ્ચે વીજળી પડી
રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક વાડી વિસ્તાર માંથી બે મહિલાઓ ઘરે આવી રહી હતી તેવા સમયે ધડાકા સાથે વીજળી ખાબકતા સંગીતાબેન વશરામભાઈ બારૈયા નામની મહિલાનું હોસ્પિટલમાં પોહચતા મોત નીપજ્યું છે આરતીબેન સાવજભાઈ બારૈયા નામની મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરતુ વાડી વિસ્તારમ જોરદાર અવાજ સાથે વીજળી પડતા આ મહિલાઓમાં ભાગ દોડ સાથે દેકારો મચી ગયો હતો હાલ મૃતક મહિલા અને ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા હોસ્પિટલમાં ખસેડતા કોળી સમાજના અગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...