તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આંબા ગામની સીમમાંથી રેતી ચોરી કરતો 1 ઝડપાયો

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં રેતી ચોરીની વધુ એક ઘટના સામે આવી
  • પાેલીસે 2.51 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

લીલીયા તાલુકાના અાંબા ગામની સીમમા અાવેલ શેત્રુજી નદીના પટમા રેતી ચાેરી ચાલી રહી હાેય પાેલીસ અહી ત્રાટકી હતી. પાેલીસે અહીથી રેતી ચાેરી ઝડપી લઇ ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા 2.51 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના લીલીયાના અાંબાની સીમમા શેત્રુજી નદીના પટમા બની હતી.

પાેલીસે અહીથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે ભરત ઉનડભાઇ બસીયા નામના શખ્સ સામે ગુનાે નાેંધ્યાે હતાે. અા ઉપરાંત અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.51 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાર.કે.વરૂ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...