તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં 248 દિવસ બાદ પ્રથમ વખત કોરોનાના 0 કેસ

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા પણ હવે માત્ર 24 : બેદરકારી દાખવી તાે ફરી ઉથલાે મારશે

પાછલા કેટલાક સમયથી અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસાે ઘટી રહ્યાં હતા. તેની વચ્ચે 248 દિવસ બાદ અાજે પ્રથમ વખત જિલ્લામા કાેરાેનાનાે અેકેય કેસ નાેંધાયાે ન હતાે. અગાઉ 2જુનના 0 કેસ નાેંધાયા હતા. ત્યારબાદ લાંબા સમય પછી અાજે અેકેય કેસ સામે અાવ્યાે ન હતાે. જાે કે જિલ્લામા હજુ 24 અેકટીવ કેસ છે.

અમરેલી જિલ્લામા કાેરાેના ધીમેધીમે નિયંત્રણમા અાવી રહ્યાે છે. સમગ્ર સરકારી તંત્ર અને લાેકજાગૃતિનુ પરિણામ અે અાવ્યુ કે અાજનાે 5 ફેબ્રુઅારીનાે દિવસ અમરેલી જિલ્લા માટે જાણે કાેરાેના ફ્રી હતાે. ગઇકાલે અમરેલી જિલ્લામા 4 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. જયારે અાજે અેકપણ પાેઝીટીવ કેસ સામે અાવ્યાે ન હતાે. સમગ્ર રાજયમા કાેરાેના પાેઝીટીવ કેસની શરૂઅાત અમરેલી જિલ્લામા સાૈથી છેલ્લે થઇ હતી. ગત બીજી જુનના રાેજ જિલ્લામા અેકેય પાેઝીટીવ કેસ નાેંધાયાે ન હતાે.

પરંતુ ત્યાર પછી દરરાેજ માેટી સંખ્યામા કેસ સામે અાવવા લાગ્યા હતા. અેક સમયે જિલ્લામા કાેરાેના પીક પર હતાે અને દરરાેજ 30થી વધુ કેસ સામે અાવતા હતા. પાછલા કેટલાક સમયથી પાેઝીટીવ કેસની સંખ્યા ઘટી ગઇ હતી. અને મહદઅંશે 10થી નીચે જ રહેતી હતી. જેની વચ્ચે અાજે અેકેય કેસ નાેંધાયાે ન હતેા.

તાે બીજી તરફ અેકટીવ 29 કેસ પૈકી 5 દર્દીને અાજે રજા અાપી દેવાઇ હતી. જેથી જિલ્લામા હવે અેકટીવ કેસની સંખ્યા 24 રહી છે. અત્યાર સુધીમા કુલ 3828 પાેઝીટીવ કેસ નાેંધાઇ ચુકયા છે. જ્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કરવામાં આવેલા 527 કોરોના અંગેના ટેસ્ટમાંથી એકપણ વ્યક્તિનો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો