તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:10 દિવસમાં ચાેથી વાર કોરોનાના 0 કેસ, વેક્સિનની કામગીરી મંદી

અમરેલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોરબંદર જિલ્લામાં 21 દિવસે કોરોનાનો એકપણ કેસ નહિ

અમરેલી જિલ્લામા પાછલા દસ માસના સમયગાળામા કાેરાેનાઅે અમરેલી જિલ્લાની જનતાને હેરાન પરેશાન કરી નાખી હતી. અેક તરફ પાેઝીટીવ દર્દીઅાેની સંખ્યા ખુબ વધી હતી અને બીજી તરફ વેપાર ધંધા અટકી પડયા હતા. અા બંને સ્થિતિ હવે પલટાઇ રહી છે. વેપાર ધંધામા ઉછાળાે અાવી રહ્યાે છે ત્યારે હવે કાેરાેનાના પાેઝીટીવ કેસની સંખ્યા તળીયે પહાેંચી રહી છે. અાઠ મહિના બાદ ગત 5મી ફેબ્રુઅારીઅે પ્રથમ વખત અમરેલી જિલ્લામા કાેરાેનાના 0 કેસ નાેંધાયા હતા. ત્યારબાદ 8 અને 9 ફેબ્રુઅારીના રેાજ પણ અેકેય પાેઝીટીવ કેસ નાેંધાયા ન હતા.

અને અાજે રવિવારના દિવસે ફરી અેકવાર જિલ્લામા કાેરાેનાનાે અેકપણ કેસ નાેંધાયાે ન હતાે. જાે કે અાજે અેકેય દર્દીને હાેસ્પિટલમાથી રજા પણ અપાઇ ન હતી. અત્યાર સુધીમા જિલ્લામા 3845 દર્દી નાેંધાયા છે. જે પૈકી માત્ર 20 અેકટીવ કેસ છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 532 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

આમ છેલ્લા 21 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 953એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. હાલ 9 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 103342 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો