તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:લીલીયાનું ક્ષતિગ્રસ્ત સર્કિટ હાઉસ ક્યારે રીપેર કરાશે ?, વાવાઝોડા દરમિયાન સર્કિટ હાઉસમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું

લીલીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના સદસ્યની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

લીલીયામાં વાવાઝોડ દરમિયાન સર્કિટ હાઉસમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું. પણ તંત્રએ વાવાઝોડાના સાડા ત્રણ માસ બાદ પણ સમારકામ કરવાની તસ્દી લીધી નથી. ત્યારે લીલીયા આરામગૃહને તાત્કાલીક રીપેર કરવા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના સદસ્યે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય રમીલાબેન ધોરાજીયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતમાં જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન લીલીયા સર્કિટ હાઉસમાં મેઈન ગેટ અને પીલર તુટી ગયા હતા. તેમજ પ્રવેશદ્વાર ઉપર લાકડાનો મેઈન સપોર્ટ અને છતને પણ નુકાશન પહોંચ્યું છે.

જેના કારણે અહી આવતા સરકારી કર્મીઓ અને મંત્રીઓ પર જાનહાનીનું જોખમ તળાઈ રહ્યું છે. ઉપરાંત દિવાલો પણ જર્જરીત હાલતમાં થઈ ગઇ છે.લીલીયાના આરામગૃહમાં કંમ્પાઉન્ડના અભાવે રખડતા પશુઓ પ્રવેશી રહ્યા છે. અહી પીવાના પાણી અને ટેલીફોનની સુવિધા પણ નથી. સર્કિટ હાઉસના બારી - બારણા પણ તુટી ગયા છે. ત્યારે લીલીયા સર્કિટ હાઉસનું સમારકામ કરવા જિલ્લા પંચાયતના સદસ્યે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...