પ્રશ્ન તાકીદે ઉકેલો:લીલિયામાં ગટર મુદ્દે વેપારીઓની રેલી

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઇ ઉગ્ર રજુઆત

લીલીયામા ભુગર્ભ ગટર પ્રશ્ને જવાબદાર તંત્ર સામે વેપારીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સ્થાનિક વેપારીએ ગટરના પ્રશ્ને રેલી કાઢી તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી. શહેરમા ભુગર્ભ ગટર માથાના દુખાવા સમાન બની છે. અનેક આંદોલન થયા છતા આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો ન હોય સ્થાનિક વેપારીઓમા રોષ ફેલાયો છે. દિવાળીના તહેવાર ટાણે જ અહીની મુખ્ય બજારમા ગટરના ગંદા પાણી ઉભરાઇને માર્ગો પર વહી રહ્યાં છે. અહી લોકો ખરીદી કરવા માટે પણ આવતા ન હોય વેપાર ધંધા ભાંગી પડયા છે.

આજરોજ સવારના સુમારે અહી મેઇન બજાર અને નાવલી બજારમા વેપારીઓ એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી ગયા હતા. અહી ભુગર્ભ ગટરના પ્રશ્ન અંગે ઉગ્ર રજુઆત કરવામા આવી હતી. આ ઉપરાંત આગામી વિધાનસભા ચુંટણીમા મતદાન બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી. સ્થાનિક વેપારી કિશોરભાઇ જોબનપુત્રા, મનીષભાઇ દેસાઇ, ચંપકભાઇ બુટાણી સહિત વેપારીઓ પણ રજુઆતમા જોડાયા હતા અને ગટરનો પ્રશ્ન તાકિદે ઉકેલવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...