હાલાકી:ભર ચોમાસે રસ્તાનું કામ ચાલુ કરી અધવચ્ચે જ અટકાવી દેવાયું

લીલીયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તાનું કામ તાકીદે શરૂ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. - Divya Bhaskar
રસ્તાનું કામ તાકીદે શરૂ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.
  • ચૂંટણી પહેલા રસ્તાના કામો કરવાની લ્હાયમાં શહેરનો મુખ્ય અમરેલી રોડ બંધ થતા વાહન ચાલકો પરેશાન

લીલીયામાં થોડા દિવસ પહેલાં વરસાદમાં રસ્તા ખોદી પાઇપલાઇનનું કામ ચાલુ કરાયું હતું. જે ગામ લોકોએ અટકાવ્યું હતું. તો હવે રસ્તાના કામ ચાલુ કરાયા છે. પરંતુ રસ્તો ખોદી નખાયા બાદ છેલ્લા 15 દિવસથી કામ પડતું મુકાયું હોય શહેરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

લીલીયા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેનું કામ તંત્ર દ્વારા ચોમાસામાં જ શરૂ કરાયું છે. શહેરના હાર્દ સમાન અમરેલી રોડને કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે. પરંતુ ત્યારબાદ આગળનું કામ અટકી ગયું છે.અહીં રસ્તો ખોદી નખાયા બાદ છેલ્લા 15 દિવસથી કામ આગળ ચાલતું ન હોય અને આ રસ્તા પર અવરજવર પણ થઈ શકતી ન હોય શહેરના લોકોને હાડમારી વેઠવી પડી રહી છે.

રસ્તો ખોદી નખાયો હોવાથી અહીંથી એસટી બસ પણ ચાલી શકતી નથી. જેના કારણે શહેરના અન્ય રસ્તા પરથી બસને પસાર થવું પડે છે અને વારંવાર એસટી બસો ટ્રાફિકમાં અટવાય છે. મુસાફરો પણ આના કારણે પરેશાન છે.

રસ્તો ખોદી નાખી કામ પડતું મુકાયો હોવાથી આ ખોદેલા રોડ પરથી બાઈક જેવા વાહનો પણ ચાલી શકતા નથી. સદનસીબે હાલમાં વરસાદ નથી, જો અહીં વરસાદના પાણીનો ભરાવો થશે તો જીવલેણ અકસ્માતની પણ ભીતિ છે. લોકોને અહીં પગપાળા પણ ચાલવું મુશ્કેલ થઈ પડ્યું છે. રસ્તાનું કામ તાકીદે શરૂ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...