લોકાર્પણ:દુધાળા હનુમાન મંદિરે જવા દાતાએ માત્ર 25 દિવસમાં પુલનું નિર્માણ કર્યું

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 લાખના ખર્ચે બનાવાયેલ પુલનું લોકાર્પણ કરાયું, ચોમાસામાં મુશ્કેલી નહીં સર્જાય

લાઠી દુધાળા કેરોળા ટોડાના સીમાડે આવેલ પૌરાણિક બીડીયા હનુમાન મંદિરે જવા માટે ભાવિકોને મુશ્કેલી પડી રહી હોય અહીના દાતાએ 25 દિવસમા જ પુલનુ નિર્માણ કર્યુ હતુ. આજે 12 લાખના ખર્ચે તૈયાર થયેલા આ પુલનુ લોકાર્પણ કરાયુ હતુ. ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાના આર્થિક સહયોગથી રૂપિયા 12 લાખના ખર્ચે પુલનુ નિર્માણ કરાયુ છે.

આજે અરજણભાઇ ધોળકીયાના હસ્તે આ પુલનુ લોકાર્પણ કરાયુ હતુ. લાઠી, કેરાળા, દુધાળા અને ટોડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન વરસાદ પડતા જ દર્શનાર્થીઓને મંદિરે જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત મંદિર આસપાસ ખેતરોમા ખેડૂતો જઇ ન શકતા ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા પુલનુ નિર્માણ કરાયુ હતુ. અરજણભાઇ ધોળકીયાએ જણાવ્યું હતુ કે ગોવિંદભાઇ મંદિરે દર્શન કરવા માટે આવ્યા ત્યારે પરિસ્થિતિની જાણ થતા તુરંત રાકેશભાઇ ધોળકીયાને પુલ નિર્માણ કરવા સુચના આપી હતી. અહી માત્ર 25 દિવસમા જ પુલનુ નિર્માણ થયુ હતુ અને આજે પુલનુ લોકાર્પણ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...