મુસાફરોને મુશ્કેલી:નાના લીલિયામાં બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી મુસાફરો અંદર બેસી શકતા નથી

લીલીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા દરમિયાન મુસાફરોને મુશ્કેલી : નવુ બનાવવા માંગ

નાના લીલીયા ચોકડી ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાછલા કેટલાક સમયથી જર્જરિત હાલતમા બની ગયુ છે. જેના કારણે અહી મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બસ સ્ટેન્ડ નવુ બનાવવા માંગ ઉઠી છે.

નાના લીલીયામા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમા ઉભુ છે. અહી આવતા મુસાફરો અંદર બેસી પણ શકતા નથી. અહી ક્રાંકચ, સાવરકુંડલા, લાઠી, દામનગર અને લીલીયાના મુસાફરો આવે છે. પરંતુ જર્જરિત બસ સ્ટેન્ડના કારણે અંદર બેસી શકતા નથી. અને બહાર ઉભા રહીને બસની રાહ જોવી પડે છે.

ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુમા મુસાફરો હેરાન થઇ રહ્યાં છે. વરસાદ શરૂ હોય ત્યારે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કોઇ મોટી દુર્ઘટના સર્જાશે તેા જવાબદાર કોણ તેવા સવાલો પણ મુસાફરો ઉઠાવી રહ્યાં છે. ત્યારે અહી નવુ બસ સ્ટેન્ડ બનાવવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...