સમસ્યા:લીલિયામાં ખેડૂતોના પાકનો સર્વે કરી વળતર આપવા માંગ

લીલીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સંઘે મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરી

લીલીયા તાલુકામાં ઓણસાલ મેઘ મહેરથી ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે સ્થાનિક નદીઓ ગાંડીતુર બની હતી. નદીઓના પાણી અને ભારે વરસાદના કારણે ખેડૂતોનું ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે.લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતના ઉભા પાકનું ધોવાણ થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે લીલીયા તાલુકામાં વરસાદના કારણે નિષ્ફળ થયેલા પાકનો સર્વે કરી રાહત પેકેજ આપે તેવી લીલીયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રફુલભાઈ ગજેરાએ મામલતદારને રજુઆત કરી હતી. લીલીયામાં મામલતદારને આવેદનમાં ભારતીય કિસાન સંઘના મંત્રી મગનલાલ શીંગાળા અને ગોરધનભાઇ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા.

ચલાલા-કુંકાવાવમા સતત ઝાપટા
ચલાલામા આજે સતત ઝાપટા પડયા હતા. ગોપાલગ્રામ, હાલરીયા, છતડીયા, હુડલી, કમી કેરાળા, ધારગણી સહિતના ગામોમા ધીમીધારે વરસાદ હતો. તો કુંકાવાવ પંથકમા અમરાપુર, ઉજળા, વાઘણીયા વિગેરે ગામમા ઝાપટા પડયા હતા. વિજપડી, ઘાંડલા, ભમ્મર, દામનગરમા ધીમીધારે વરસાદ હતો.

અન્ય સમાચારો પણ છે...