માંગણી:મનરેગા યોજનાના કામ શરૂ કરવા કલેક્ટરને રજૂઆત

લીલીયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા માંગ કરાઇ

અમરેલી જિલ્લામાં લોકોને રોજગારી મળતી ન હોય તેમજ અડધા ઉપરાંત જિલ્લાના લોકો રોજીરોટી માટે અન્ય જગ્યાએ જતા રહેતા હોય ત્યારે મનરેગા યોજનાના કામ શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિતીનભાઇ ત્રિવેદી દ્વારા કલેકટરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે અમરેલી જિલ્લો પછાત છે. અનેક લોકો બેરોજગાર છે. રોજીરોટી મેળવવા અનેક લોકો અન્ય શહેરોમા જાય છે. ત્યારે મનરેગા યોજનાનો તાકિદે અમલ કરીને મજુરવર્ગને રોજગારી મળી રહે તે જરૂરી છે. મનરેગા યોજનામા 100 દિવસ કુટુંબને રોજગારી આપવાની હેાય છે.

પરંતુ ઘણી જગ્યાએ 10મે સુધી કામ શરૂ કરવામા આવ્યુ નથી. સરકારના નિયમ મુજબ 15 જુનથી ચોમાસુ બેસી જાય છે તેથી 100 દિવસની રોજગારી પુરી ન થઇ શકે. તો તાકિદે આ યોજનાનો લાભ દરેક ગામને મળે અને ગરીબોને રોજગારી મળી રહે તે માટે આ કામો શરૂ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...