સમસ્યા:લીલિયામાં ST બસના રૂટ ગમે ત્યારે બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી

લીલીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લીલીયામાં અમરેલી અને ગારીયાધાર ડેપોમાંથી આવતી એસટી બસના રૂટ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે. અહી લીલીયામાં એસટી બસનું પીકઅપ સ્ટેન્ડ આપવા માટે પણ લોક માંગણી ઉઠી હતી. લીલીયા પંથકમાં આવતી એસટી બસના રૂટ ગમે તે ઘટીએ રદ કરી દેવામાં આવે છે. જેના કારણે બસ લીલીયામાં આવતી નથી. મુસાફરો બસની રાહ જોઈ બેઠા રહે છે. અને અંતે લાંબો સમય રાહ જોયા બાદ મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. અમરેલી ડેપોમાંથી સવારે 7: 30 કલાકે ઉપડતી બસ 8 કલાકે લીલીયા પહોંચે છે.

પણ એસટી તંત્ર દ્વારા કોઈ પણ ઘડીએ આ બસને બંધ કરી દેવામાં આવે છે.તેમજ અમરેલીથી વાયા લીલીયા, અમદાવાદ, અમરેલી - બગદાણા બસ લાંબા સમયથી બંધ છે. તેમજ લીલીયામાં નાઈટ હોલ્ટ કરી સવારે ઈંગોરાળા રૂટ પર જતી એસટી બસ પણ બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને અપડાઉનમાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. લીલીયા પંથકમાં એસટી તંત્રની મનમાનીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. લીલીયામાં પીકઅપ પોઈન્ટ આપવા માટે પણ લોક માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...