તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:લીલિયામાં મ્યુકોર માઈકોસીસનો પગ પેસારો : તંત્ર ડોર ટુ ડોર સર્વે કરે

લીલીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાવર્કરોએ મચ્છરદાની માટે ડોક્યુમેન્ટ મેળવ્યા પણ આપી નથી
  • ગામડાઓમાં કોરોનાના કેસ વધતા દવાનો છંટકાવ જરૂરી

લીલીયામાં મ્યુકોરમાઈકોસીસ જેવા રોગ પગ પેસારો કરી રહ્યો છે. તેવા સમયે આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વે કરે તેવી લોક માંગ ઉઠી છે. તેમજ ગામડાઓમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. તેવા સમયે ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ જરૂરી બન્યો છે. લીલીયામાં કોરોનાએ ભરડો લીધો છે. અહીં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસીસ રોગનો પણ પગ પેસારો થઈ રહ્યો છે. ગામડાઓમાં અનેક લોકો ઘરે રહી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

તેવા સમયે આરોગ્ય વિભાગ ઘરે ઘરે સર્વે હાથ ધરી કોરોનાના દર્દીઓની તપાસ કરે તે પણ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દવાનો છંટકાવ કરે તેવી લોક માંગ ઉઠી છે. બીજી તરફ લીલીયાના ગામડાઓમાં ગંદકી જોવા મળી રહી છે. મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ બેકાબુ બની રહ્યો છે. આશાવર્કરોએ મચ્છરદાની માટે લોકો પાસેથી ડોક્યુમેન્ટ પણ મેળવી લીધા છે. પણ આજદિન સુધી લોકોને મચ્છર દાની મળી નથી.

અન્ય સમાચારો પણ છે...