અન્યાય:લીલિયામાં રેલવેની રીઝર્વેશન સીસ્ટમ બંધ કરાઇ

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા- સુરત ટ્રેનનાે સ્ટાેપ ન અપાતા ઉચ્ચકક્ષાએ રજુઆત

લીલીયામા પશ્ચિમ રેલવે દ્વારા ઘાેર અન્યાય કરાયાે છે. પહેલા મહુવા સુરત ટ્રેનને કાયમી કરી પરંણુ બાદમા લીલીયામા એક દિવસ બુધવારનાે સ્ટાેપ હતાે તે બંધ કરી દીધાે છે. આ પ્રશ્ને રેલવેના ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરાઇ છે.

અહીના સ્થાનિક આગેવાન નિતીનભાઇ ત્રિવેદી દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીને કરાયેલી રજુઅાતમા જણાવાયું છે કે લીલીયામા મહુવા સુરત ટ્રેનને કાયમી તાે કરી પરંતુ એક દિવસ બુધવારનાે સ્ટાેપ હતાે તે બંધ કરી દેવાયાે છે. અહીના રેલવે સ્ટેશન પર ભારતના કાેઇ પણ ખુણે જવા માટે રીઝર્વેશનની વર્ષાેથી સુવિધા હતી તે પણ રેલવે તંત્ર દ્વારા ઝુંટવી લેવામા આવી છે. જેથી તાલુકાની જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. મુંબઇ, સુરત ટ્રેન લીલીયામા દાેડે છે. અને રીઝર્વેશન માટે અમરેલી સાવરકુંડલા 30 કિમી દુર જવુ પડી રહ્યું છે.

તેમણે રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે લીલીયાને રેલવે દ્વારા હળહળતા અન્યાય સામે લાેકાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે. આગામી દિવસાેમા આ પ્રશ્નનાે કાેઇ ઉકેલ નહી આવે તાે આંદાેલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...