તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:લીલીયાના માેટા કણકોટ ગામે ખાનગી ટેલીફોન સેવાના ધાંધિયા

લીલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસારણ મંત્રાલયના માધ્યમથી ત્રણ કંપની, જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરો
  • અવારનવાર ઇન્ટરનેટ અને કાેલીંગ ઠપ્પ થઇ જતાં ગ્રામજનાે પરેશાન

લીલીયાના માેટા કણકાેટમા ખાનગી કંપનીની ટેલીફાેન સેવાના ધાંધીયાથી ગ્રામજનાેને મુશ્કેલી પડી રહી છે. અવારનવાર ઇન્ટરનેટ અને કાેલીંગ સેવા ખાેરવાઇ જાય છે. અનેક વખત રજુઆત છતા પ્રશ્નનુ કાેઇ નિરાકરણ ન આવતા ગામ લાેકાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે.ગામમા જ ખાનગી ટેલીફાેન કંપનીનાે ટાવર છે. અા ઉપરાંત અન્ય ખાનગી કંપનીની માેબાઇલ સેવા પણ અવારનવાર ખાેરવાઇ જાય છે. અનેક વખત કાેલ સેન્ટર કે જિલ્લા કક્ષાઅે રજુઅાત કરવા છતા કાેઇ નિરાકરણ આવતુ નથી.

આવનારા દિવસોમાં જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો માહિતી અને પ્રસારણ મંત્રાલયના માધ્યમથી આ ત્રણેય કંપની અને જવાબદાર અધિકારી સામે વળતરની કાનૂની કાર્યવાહી કરવાની પણ ગ્રામજનોની તૈયારી છે.કોરોનાની મહામારીના કારણે સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણની પદ્ધતિ ચાલુ છે. તો આવા સમયે કોલિંગ અને ઇન્ટરનેટની સેવાઓ ખોરવાતા વિદ્યાર્થીઓનું ભાવિ આંધળું બન્યું છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ કંપનીના રિચાર્જ પ્લાન કરાવેલા છે. તો કવરેજ ન આવવાના કારણે પોતાના પૈસાના કરાવેલા વોઇસ અને ડેટાપ્લાન ના પૈસાનું પાણી થાય છે.

અન્ય સમાચારો પણ છે...