તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:લીલિયામાં સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહિવટી તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ

લીલીયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાંતાબેન કન્યા વિદ્યાલયમાં પોલીંગ કર્મીઓને તાલીમ અપાઈ

લીલીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીંગ કર્મચારીઓને શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

જિલ્લામાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કર્મચારીઓને કામગીરી સોંપી દીધી છે. તેવા સમયે લીલીયામાં ચૂંટણીને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

લીલીયામાં શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે મામલતદાર નીરજ ખડસર, ટીડિયો રાઠોડભાઇ, નાયબ મામલતદાર અધ્યારૂ અને ચૂંટણી મદદનીશ આશિષ ગોસાઈ તેમજ જગતસિંહ રાઠોડે પોલીંગ કર્મચારીઓને કામગીરી વિષે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો