તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લીલિયામાં પ્રિ- મોન્સુનનું કામ શૂન્ય: નાવલીમાંથી સફાઈ ક્યારે?

લીલિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવેકાનંદ સોસાયટી, કિકાણી પ્લોટમાં વરસાદી પાણી ભરાય છે

લીલીયામાં તંત્રની પ્રિમોન્સુનની કામગીરી થઈ નથી. નાવલી નદી અને વોકળામાં ઝાડી ઝાંખડા યથાવત જોવા મળે છે. આવી સ્થિતિ રહી તો લીલીયામાં ચોમાસા દરમિયાન જળબંબાકાર જોવા મળશે. દર વર્ષે ચોમાસામાં વિવેકાનંદ સોસાયટી અને કિકાણી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે. કોરોના મહામારી અને વાવાઝોડા વચ્ચે રાજ્યમાં 15 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પણ લીલીયા વહીવટીતંત્રએ ચોમાસાને ધ્યાને રાખીને સાવચેતીના પગલા લીધા નથી.

શહેરમાંથી પસાર થતી નાવલી નદી અને દાદાવાડી હનુમાન મંદિર સહિતના વોકળામાં ઝાડી ઝાંખરા જોવા મળે છે. જેના કારણે પાણીનો પ્રવાહ અટકે છે. લીલીયામાં પાણીના વહેણના રસ્તા પર કચરાના ઢગ સર્જાયા છે. જેના કારણે શહેરભરમાં વરસાદ પડતા જ કચરો ફરી વળશે. શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વિવેકાનંદ સોસાયટી અને કિકાણી પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. લીલીયામાં વહીવટીતંત્ર તાત્કાલિક પ્રિમોન્સુન કામગીરી હાથ ધરે તેવી લોક માંગણી ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...